/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Xiaomi-14-ultra.jpg)
શાઓમી પ્રથમ સ્નેપડ્રેગન 8 જનરેશન 4 સંચાલિત સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરશે (Xiaomi)
Xiaomi Smartphone : ક્વોલ્કોમનું સ્નેપડ્રેગન 8 Gen 3 SoC ઑક્ટોબર 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને શાઓમી 14 (Xiaomi 14) સિરીઝ 3.3GHz ની પીક ક્લોક સ્પીડ સાથે આ ફ્લેગશિપ ચિપસેટ દર્શાવતો પ્રથમ હેન્ડસેટ હતો. કંપનીનો નેક્સ્ટ જનરેશન ચિપસેટ સ્નેપડ્રેગન 8 જનરેશન 4, 2024 ના છેલ્લા ક્વાર્ટરમાં રિલીઝ થઇ શકે છે. એક રિપોર્ટ મુજબ, શાઓમી ફરી એકવાર Snapdragon 8 Gen 4 SoC-સંચાલિત હેન્ડસેટ રિલીઝ કરનાર પ્રથમ સ્માર્ટફોન મેન્યુફેક્ચર બનશે. શાઓમી 15 અને શાઓમી 15 પ્રો (Xiaomi 15) અને (Xiaomi 15 Pro) નવા ચિપસેટનો ઉપયોગ કરનાર પ્રથમ ડિવાઇસ હોઈ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Xiaomi-14-.jpg)
Snapdragon 8 Gen 4 smartphone
ટ્વિટર પર ટિપસ્ટર યોગેશ બ્રાર દાવો કરે છે કે શાઓમી Snapdragon 8 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત ફોનનું લોન્ચિંગ કરનાર પ્રથમ બ્રાન્ડ હશે. ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ પાસે નવા ચિપસેટ માટે "એક્સ્ક્યુઝીવ પ્રથમ લોન્ચ અધિકારો" છે અને શાઓમી 15 (Xiaomi 15) અને Xiaomi 15 Pro એ નેક્સ્ટ જનરેશનના મોબાઈલ પ્લેટફોર્મ સાથે આવનારો પહેલો સ્માર્ટફોન હશે, OnePlus 13 અને iQoo 13 એ Snapdragon 8 Gen 4 સાથે લૉન્ચ થવા માટેના આગામી બે ફોન હોઈ શકે છે.
Xiaomi 14 લાઇનઅપ એ સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપ વાળો સૌપ્રથમ સ્માર્ટફોન હતો, જેનું ગયા વર્ષે Qualcomm દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. Xiaomi 15 ફ્લેગશિપને ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવે તે પહેલાં ચીનમાં પણ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. Xiaomi 14 સિરીઝના આધારે, અમે અનુમાન કરી શકીએ છીએ કે આ ફોન આ વર્ષના ફ્લેગશિપ પ્રોસેસર લૉન્ચ થયા પછી તરત જ રિલીઝ થઈ શકે છે.
Snapdragon 8 Gen 4 SoC TSMC ની 3nm ફેબ્રિકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેમાં કસ્ટમ ઓરીઓન CPU અને Qualcomm ની FastConnect 7900 કનેક્ટિવિટી સિસ્ટમ હોઈ શકે છે. તે સેમસંગ ગેલેક્સી એસ25 સિરીઝ અને આસુસ ઝેનફોન 11 જેવા અન્ય ફ્લેગશિપ હેન્ડસેટ પર પણ આવવાની અપેક્ષા છે.
શાઓમીના 14 અને Xiaomi 14 Pro ને ઓક્ટોબર 2023માં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. Xiaomi 14ની કિંમત ભારતમાં 12GB + 512GB વેરિયન્ટ માટે 69,999, જ્યારે Xiaomi 14 Ultra ની કિંમત ₹ 99,999 છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us