Xiaomi 17 સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા, જાણો કિંમત ફીચર્સ સહિત તમામ વિગત

Xiaomi 17 Launch Price : શાઓમી 17 સ્માર્ટફોન 7000mAhની બેટરી, 50MP રીઅર કેમેરા અને સ્નેપડ્રેગન 8 એલિટ જનરલ 5 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ

Written by Ajay Saroya
Updated : September 26, 2025 13:56 IST
Xiaomi 17 સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા, જાણો કિંમત ફીચર્સ સહિત તમામ વિગત
Xiaomi 17 Series Price And Features : શાઓમી 17 સિરિઝ સ્માર્ટફોન લોન્ચ થયા છે. (Photo: Social Media)

Xiaomi 17 Launch : શાઓમી કંપનીએ તેની લેટેસ્ટ લોન્ચ ઇવેન્ટમાં શાઓમી 17 (Xiaomi 17) સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ નવા ફોનમાં બે દિવસ પહેલા લોન્ચ કરાયેલ ફ્લેગશિપ સ્નેપડ્રેગન ચિપસેટ આપ્યો છે. તમને જણાવી દઈએ કે નવા Xiaomi 17 માં Leica-ટ્યુન્ડ રીઅર કેમેરા, 512 GB સુધી સ્ટોરેજ, 7000mAh મોટી બેટરી અને સ્નેપડ્રેગન 8 એલિટ જનરલ 5 જેવા ફીચર્સ મળે છે. આ સિરીઝમાં કંપનીએ Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max પણ રજૂ કર્યા છે. ચાલો જાણીયે શાયોમી 17 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત બધી વિગત

Xiaomi 17 Price : શાઓમી 17 કિંમત

શાઓમી 17 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજના બેઝ વેરિઅન્ટની કિંમત 4,499 સીએનવાય (લગભગ 56,000 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 4,799 યુઆન (લગભગ 60,000 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 4,999 યુઆન (લગભગ 62,000 રૂપિયા) માં ખરીદી શકાય છે.

ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીનો આ નવો ફોન બ્લૂ, બ્લેક, વ્હાઇટ અને પિંક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકો ચીનમાં કંપનીના ઓનલાઇન સ્ટોર પરથી નવો ફોન ખરીદી શકે છે.

Xiaomi 17 Specifications : શાઓમી 17 સ્પેસિફિશિયન્સ

શાઓમી 17 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 આધારિત HyoerOS 3 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 6.3-ઇંચની 1.5 કે (2,656×1,220 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ, 300 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ અને 3500 નિટ્સની ટોચની તેજસ્વીતા પ્રદાન કરે છે. સ્ક્રીન 19.6:9પાસ રેશિયો સાથે આવે છે.

આ પણ વાંચો | Xiaomi નો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, નેટવર્ક વગર ફોન કોલ કરી શકાશે

શાઓમીના હેન્ડસેટમાં નવો 3nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ છે. આ ડિવાઇસ 16 જીબી રેમ, 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપે છે. ફોનમાં Qualcomm AI Engine પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ