શાઓમીનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન Xiaomi 17 Ultra લોન્ચ, Leica ટ્યૂન્ડ 200MP કેમેરાથી સજ્જ

Xiaomi 17 Ultra Launched: શાઓમી 17 અલ્ટ્રા ફોન 6,800mAh બેટરી, Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ, Leica ટ્યૂન્ડ 200MP રિયર કેમેરા અને 1TB સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફીચર્સ વિગતવાર

Xiaomi 17 Ultra Launched: શાઓમી 17 અલ્ટ્રા ફોન 6,800mAh બેટરી, Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ, Leica ટ્યૂન્ડ 200MP રિયર કેમેરા અને 1TB સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફીચર્સ વિગતવાર

author-image
Ajay Saroya
New Update
Xiaomi 17 Ultra Launch | Xiaomi 17 Ultra Features | Xiaomi 17 Ultra Price | Xiaomi Smartphone | Xiaomi 17 Ultra Features in Gujarati

Xiaomi 17 Ultra Features : શાઓમી 17 અલ્ટ્રા Leica ટ્યૂન્ડ રિયર કેમેરા સાથે લોન્ચ થયો છે. Photograph: (Xiaomi)

Xiaomi 17 Ultra : શાઓમી કંપનીએ પોતાનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન શાઓમી 17 અલ્ટ્રા (Xiaomi 17 Ultra) ચીનમાં 25 ડિસેમ્બરે લોન્ચ કર્યો છે. શાઓમી 17 અલ્ટ્રા એ Xiaomi 15 Ultra નું અપડેટ મોડલ છે, જે ચાલુ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોન પાછલા મોડલની તુલનામાં બેટરી, ચિપસેટ, પર્ફોર્મન્સ અને કેમેરા સહિત ઘણા અપગ્રેડ ઓફર કરે છે. નવા Xiaomi 17 Ultra ડિવાઇસમાં ક્વાલકોમનું ફ્લેગશિપ ઓક્ટા કોર Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આવે છે, જેમાં 3nm પ્રોસેસર છે. આ ફોનમાં Leica ટ્યૂન્ડ રિયર કેમેરા સેટઅપ છે, જેમા 50 મેગાપિક્સલનો મેન શૂટર અને 200MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આવે છે.

Advertisment

Xiaomi 17 Ultra Price : શાઓમી 17 અલ્ટ્રા કિંમત

Xiaomi 17 Ultra સ્માર્ટફોના 12GB રેમ અને 512GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 6,999 ચાઇનીઝ યુઆન (લગભગ 90,000 રૂપિયા) છે. તો 16GB રેમ અને 512GB સ્ટોરેજ વાળા હાયર એન્ડ વેરિયન્ટની કિંમત 7,499 યુઆન (લગભગ 96,000 રૂપિયા) છે. તો ટોપ ઓફ ધ લાઇન 16GB રેમ અને 1TB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 8,499 યુઆન (લગભગ 1,09,000 રૂપિયા) છે.

તો Xiaomi 17 Ultra Leica એડિશનના 16GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 7,999 યુઆઇન (લગભગ 1,02,000 રૂપિયા) અને 16GB રેમ અને 1TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 8,999 યુઆન (લગભગ 1,15,000 રૂપિયા) છે. આ સ્માર્ટફોન બ્લેક અને ઓફ વ્હાઇટ શેડ્સ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. 

નવો શાઓમી 17 અલ્ટ્રા સ્માર્ટફોન ચીનમાં 27 ડિસેમ્બરે Xiaomi ઓનલાઇન સ્ટોર મારફતે સેલમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન બ્લેક, વ્હાઇટ, કોલ્ડ સ્મોકી પર્પલ અે સ્ટારી ગ્રીન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Advertisment

Xiaomi 17 Ultra Specifications : શાઓમી 17 અલ્ટ્રા સ્પેસિફિરેશન

શાઓમી 17 અલ્ટ્રા સ્માર્ટફોન Android 16 બેસ્ડ HyperOS 3 પર ચાલે છે. તેમા 6.9 ઇંચની 1.5K LTPO AMOLED ડિસ્પ્લે છે, જેમા 120Hz સુધી રિફ્રેશ રેટ, 1060 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ અને ડ્રેગન ક્રિસ્ટલ ગ્લાસ 3 પ્રોટેક્શન છે. આ મોબાઇલ ફોન ક્વાલકોમના ફ્લેગશિપ ઓક્ટા કોર 3nm સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટથી સજ્જ છે, જેમા Adreno 840 GPU સાથે પેર કરવામાં આવ્યું છે. તેમા 16GB સુધી LPDDR5x Ultra RAM અને 1TB UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ પણ છે. 

ફોટોગ્રાફી માટે Xiaomi 17 Ultra સ્માર્ટફોનમાં Leica ટ્યૂન્ડ ટ્રિપલ રિયર કેમેરા યુનિટ છે, જેમા 1 ઇંચનું સેન્સર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 50 એમપી LOFIC Omnivision 1050L પ્રાયમરી શૂટર છે. તેમા 50MP Samsung JN5 અલ્ટ્રાવાઇડ કેમેરા અને 200MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા છે, જે 3.2x થી 4.3x કન્ટીન્યૂઅસ ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. આ ફોન 4K રિઝોલ્યુશન સુધીના વીડિયા રેકોર્ડ કરે છે. સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં 50 મેગાપિક્સલ OV50M સેલ્ફી કેમેરા પણ છે.

નવા Xiaomi 17 Ultra સ્માર્ટફોનમાં 6,800mAh બેટરી છે, જે 90W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમા 5G, 4G LTE, એક USB ટાઇપ સી પોર્ટ, NFC, Wi-Fi 7 અને બ્લૂટૂથ 5.4 ને સપોર્ટ કરે છે. વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે આ સ્માર્ટફોન IP66 + IP68 + IP69 રેટિંગ ધરાવ છે. હેન્ડસેટમાં સિક્ટોરિટી માટે 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ સ્માર્ટફોનની જાડાઇ 8.29mm અને વજન 224g છે.

Xiaomi 17 Ultra ભારતમાં ક્યારે લોન્ચ થશે?

શાઓમી 17 અલ્ટ્રા સ્માર્ટફોન હાલ ચીનમાં રજૂ થયો છે. કંપનીએ હજી સુધી સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ કરવા વિશે કોઇ માહિતી આપી હતી. સંભવતઃ Xiaomi 17 Ultra વર્ષ 2026ની શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન