Xiaomiના MIX Fold 3 અને Redmi K60 સ્માર્ટફોન લોન્ચ, લેટેસ્ટ મોબાઇલના શાનદાર ફીચર્સ અને કિંમત વિશે જાણો વિગતવાર

Xiaomis MIX Fold 3 and Redmi K60 phones: શાયોમી એ આજે ચીનમાં તેની ઓગસ્ટ 2023 લોન્ચ ઇવેન્ટનું આયોજન કર્યુ છે અને તેમાં કંપનીએ MIX ફોલ્ડ 3 અને રેડમી K60 એક્સટ્રીમ એડિશન સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવ્યો છે.

Written by Ajay Saroya
August 16, 2023 15:01 IST
Xiaomiના MIX Fold 3 અને Redmi K60 સ્માર્ટફોન લોન્ચ, લેટેસ્ટ મોબાઇલના શાનદાર ફીચર્સ અને કિંમત વિશે જાણો વિગતવાર
Xiaomi Nes Smartphones: શાયોમી એ તેના બે નવા લેટેસ્ટ સ્માર્ટફોન Xiaomi MIX Fold 3 અને Redmi K60 ચીનમાં લોન્ચ કર્યા છે.

Xiaomis MIX Fold 3 and Redmi K60 phones launched: Xiaomiએ આજે ​​તેની ઓગસ્ટ 2023 લોન્ચ ઇવેન્ટ ચીનમાં આયોજીત કરી હતી. આ ઇવેન્ટમાં, કંપનીએ MIX Fold 3 અને Redmi K60 Extreme Editionનુ લોન્ચિંગ કર્યુ કર્યું. MIX Fold 3 એ બજારમાં ઉપલબ્ધ સૌથી સ્લીમ ફોલ્ડેબલ ફોન માનવામાં આવે છે. આ સ્માર્ટફોન્સ સાથે, Xiaomi એ ઇવેન્ટમાં Pad 6 Max, Xiaomi Band 8 Pro અને નવો સાયબરડોર 2 રોબોટ પણ રજૂ કર્યો. જો તમે પણ આ સ્માર્ટફોન્સ ખરીદવાનું વિચારો છો, તો આ સમાચાર તમારા માટે છે. ચાલો જાણીએ શાયોમીના આ લેટેસ્ટ ફોન વિશે.

Xiaomi MIX ફોલ્ડ 3: કિંમત અને કલર

નવા Xiaomi MIX Fold 3 ગ્લાસ બેક સાથે બ્લેક અને ગોલ્ડ કલરનો વિકલ્પ મળે છે. ત્રીજો વિકલ્પ બ્લેક કલરનો છે જે મિક્સ્ડ ફાઈબર બેક સાથે આવે છે. ત્રણેય મોડલની કિંમત દરેક સ્ટોરેજ વેરિઅન્ટ માટે સમાન છે.

Xiaomi MIX Fold 3: સ્પેશિફિકેશન

શાયોમીના નવા લેટેસ્ટ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે વાત કરીયે તો નવા ફોનની સ્ક્રીન 8.03-ઇંચ, 2160x1916p, LTPO, 120Hz, 2,600- નિટ્સ પીક બ્રાઇટનેસ અને ડોલ્બી વિઝન આવે છે. કવર સ્ક્રીન 6.56-ઇંચ, 21:9 આસ્પેક્ટ રેશિયો, 2520x1080p, 120Hz, 2,600- નિટ્સ પીક બ્રાઇટનેસ, ડોલ્બી વિઝન, ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 સાથે આવે છે. તેમાં Snapdragon 8 Gen 2, LPDDR5X, UFS 4.0 પ્રોસેસર આવે છે. ફોન 50MP IMX800 + 12MP પ્રાયમરી કેમેરા, બેટરી 4,800mAh, 67W વાયર્ડ, 50W વાયરલેસ ચાર્જિંગથી સજ્જ છે.

Redmi K60: એક્સ્ટ્રીમ એડિશન સ્પેસિફિકેશન

Xiaomiએ આ વખતે ઘણા સારા ફીચર્સ રજૂ કર્યા છે, જેના કારણે આ બજેટમાં ફોન કાગળ પર OnePlus 11 કરતા વધુ સારો દેખાય છે. તે બ્લેક, ગ્રીન અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 6.67-ઇંચ OLED, 2712×1220, 144Hz રિફ્રેશ રેટ, 2,600-nits પીક બ્રાઇટનેસ છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં MediaTek ડાયમેન્શન 9200+, Display Chip X7, LPDDR5X, UFS 4.0 સામેલ છે. પ્રાયમરી કૅમેરો 50MP IMX800 + 8MP અલ્ટ્રા-વાઇડ + 2MP મેક્રો છે, ફ્રન્ટ કૅમેરો 20MP Sony IMX596 છે. આ ફોન 5,000mAh બેટરી, 120W વાયર્ડ ચાર્જિંગથી સજ્જ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ