Xiaomi Redmi A4 5G Launched In India: શાયોમી દ્વારા રેડમી એ4 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે 10000 થી ઓછી કિંમતનો શાનદાર અને બજેટ સ્માર્ટફોન છે. શાઓમીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં પોતાનો નવો બજેટ 5G સ્માર્ટફોન રજૂ કર્યો છે. ક્વાલકોમ ટેક્નોલોજી સાથે લોન્ચ થયેલો Redmi A4 5G સ્નેપડ્રેગન 4s Gen 2 પ્રોસેસર વાળો ભારતનો પ્રથમ સ્માર્ટફોન છે. ચાલો રેડમી એ4 5જી સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે જાણીયે
Redmi A4 5G Price : રેડમી એ4 5જી કિંમત
નવો રેડમી એ4 5જી સ્માર્ટફોન ભારતમાં 10000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. હવે કંપનીએ લોન્ચની તારીખ જાહેર કરી છે. શાઓમીના ‘ઇનોવેશન ફોર એવરીવન’ના કમિટમેન્ટને જોતા કંપની વધુને વધુ યુઝર્સને 5G ડિવાઇસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. રેડમી એ4 કંપનીની એફોર્ડેબલ એ-સિરીઝનું લેટેસ્ટ વેરિએન્ટ છે, જેને પહેલી વખત સ્માર્ટફોન યૂઝર્સને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
Redmi A4 5G Features : રેડમી એ4 5જી ફીચર્સ
રેડમી એ4 5જી શાનદાર ફીચર્સ ધરાવતો બજેટ સ્માર્ટફોન છે. Redmi A4 5G સ્માર્ટફોન 90fps FHD+ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ડિવાઇસના બેકમાં 12 બિટ ડ્યુઅલ ISP કેમેરા સેટઅપ છે. સાથે જ તે ડ્યુઅલ ફિક્વન્સી GNSS (L1+L5) અને NAVIC સપોર્ટ કરશે. અલબત્ત કંપની સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે સંપૂર્ણ જાણકારી આપી નથી. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ દરમિયાન શાઓમી કંપની એ Redmi A4 5G સ્માર્ટફોન બે કલર ઓપ્શનમાં શોકેઝ કર્યો હતો.
Redmi A4 5G સ્માર્ટફોનમાં 50એમપી રિયર કેમેરા છે, એક સેકન્ડરી કેમેરા પણ આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે પંચ હોલ ડિઝાઇન છે. ઉપરાંત આ બજેટ સ્માર્ટફોનમાં 3.5mm ઓડિયો જેક પણ આવે છે. શાઓમી ઈન્ડિયાના પ્રમુખ મુરલી કૃષ્ણને કહ્યું કે, આ સ્માર્ટફોનની કિંમત 10000 રૂપિયાથી ઓછી રાખવામાં આવી છે.
શાઓમીના એક્ઝિક્યુટિવે એમ પણ કહ્યું હતું કે, કંપની એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન્સ સાથે ભારતમાં 5જી સર્વિસ એક્સેસ સુધારવાનો ઇરાદો ધરાવે છે. કંપની આગામી દાયકામાં 70 કરોડ ડિવાઇસ વેચવાનો ઇરાદો ધરાવે છે. ભારતના લાખો ગ્રાહકો માટે ગીગાબાઇટ ફાસ્ટ કનેક્ટિવિટીને વાસ્તવિક બનાવવા માટે શાઓમી અને ક્વોલકોમ ટેક્નોલોજીઓએ હાથ મિલાવ્યા છે.
આ પણ વાંચો | ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત અને ફીચર્સ
ક્વાલકોમ ઈન્ડિયાના ચેરમેન સાવી સોઇને કહ્યું કે, 5G એક્સેસ વિકસિત ભારતની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની રહેશે. સ્નેપડ્રેગન 4s Gen 2 ગ્રાહકોને 5G કનેક્ટિવિટીનો લાભ લેવા સક્ષમ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું. વધુને વધુ ગ્રાહકો માટે પોસાય તેવા 5G ડિવાઇસ લાવવા માટે અમે શાઓમી સાથેની આ યાત્રાનો ભાગ બનવા માટે ખરેખર ઉત્સાહિત છીએ.





