scorecardresearch

200MP કેમેરા સાથે Redmi Note 12 Pro+ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જુઓ કિંમત, સ્પેસિફિકેશન, ઓફર સહિતની તમામ માહિતી

Xiaomi Redmi Note 12 5G Series price and specifications : શિયોમીના રેડમી નોટ 12 (Xiaomi Redmi Note 12), રેડમી નોટ 12 પ્રો (Redmi Note 12 Pro) અને રેડમી નોટ પ્રો પ્લસ (Redmi Note 12 Pro plus) સ્માર્ટફોન લોન્ચ થઈ ગયા છે. આ ત્રણે ફોન 5જી સપોર્ટ છે. તો જોઈએ તેની કિંમત, સુવિધા અને ખાસિયત વિશે.

રેડમી નોટ 12 સિરીઝના ત્રણ ફોન લોન્ચ - કિંમત અને ખાસિયતો
રેડમી નોટ 12 સિરીઝના ત્રણ ફોન લોન્ચ – કિંમત અને ખાસિયતો

200MP Camera Redmi Phone Launched: Xiaomiની Redmi બ્રાન્ડે આખરે ભારતમાં તેની Redmi Note 12 સિરીઝ લૉન્ચ કરી છે. Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 5 જાન્યુઆરી, 2022 ના રોજ આયોજિત એક ઇવેન્ટમાં, આ બે પ્રો સ્માર્ટફોન સિવાય, Redmi એ Redmi Note 12 5Gનું પણ અનાવરણ કર્યું. Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro Plus સ્માર્ટફોન ડોલ્બી વિઝન સપોર્ટ, 120Hz રિફ્રેશ રેટ, 12GB સુધીની RAM જેવી સુવિધાઓ સાથે આવે છે. પ્રો પ્લસ વેરિઅન્ટની ખાસિયત તેમાં આપવામાં આવેલો 200 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. જાણો આ બંને ફોનની કિંમત અને સ્પેસિફિકેશન સંબંધિત તમામ માહિતી…

Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ની ભારતમાં કિંમત

રેડમી નોટ 12 પ્રોના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. તો, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26,999 રૂપિયામાં અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 27,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. હેન્ડસેટ સ્ટારડસ્ટ પર્પલ અને ફ્રોસ્ટેડ બ્લુ કલરમાં આવે છે.

Redmi Note 12 Pro+ સ્માર્ટફોન આર્કટિક વ્હાઇટ, આઇસબર્ગ બ્લુ અને ઓબ્સિડીયન બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 29,999 રૂપિયામાં અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 32,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે.

આ બંને Redmi ફોન 11 જાન્યુઆરીથી Flipkart, Mi.com, Mi Home Store અને ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ICICI બેંક કાર્ડ અને EMI/એક્સચેન્જ બોનસ સાથે ફોન લેવા પર 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય Redmi અને Xiaomi/Mi ફોનના એક્સચેન્જ અને નવો સ્માર્ટફોન લેવા પર 1000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ખાસિયતો

Redmi Note 12 Pro 5G અને Redmi Note 12 Pro + 5G સ્માર્ટફોનમાં 6.67-ઇંચની FullHD+ (1080×2400 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 30/60/90/120Hz રિફ્રેશ રેટ આપે છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 240 Hz છે. સ્ક્રીન ડોલ્બી વિઝન, HDR10+ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે આવે છે. ફોનમાં octa-core MediaTek Dimensity 1080 6nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે Mali-G68 MC4 GPU આપવામાં આવ્યું છે.

Redmi Note 12 Pro 5G અને Redmi Note 12 Pro+ 5Gમાં 6 GB અને 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ અને 8 GB અને 12 GB રેમ સાથે 256 GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. આ બંને ફોન એન્ડ્રોઇડ 12 આધારિત MIUI 13 સાથે આવે છે. આ હેન્ડસેટ ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.

Redmi Note 12 Proમાં અપર્ચર F/1.88 અને OIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો પ્રાઈમરી, અપર્ચર F/2.2 સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને અપર્ચર F/2.4 સાથે 2-મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા છે.

રેડમી નોટ 12 પ્રો પ્લસ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 200-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર સેન્સર છે જેમાં અપર્ચર F/1.65 છે. સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે.

આ પણ વાંચોOkinawa Lite Electric Scooter: જાણો ઓછા બજેટમાં આવતી ઓકિનાવા લાઈટ ઈલેકટ્રીક સ્કૂટરની કિંમત, રેન્જ, ફીચર્સ અને સ્પેસિફિકેશન

બંને નવીનતમ Redmi ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે જેમાં અપર્ચર F/2.45 છે. સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ છે અને IP53 રેટિંગ સાથે આવે છે. આ ફોનમાં 3.5mm ઓડિયો જેક, Dolby Atmos, 5G, Bluetooth 5.2, GPS, GLONASS, Dual 4G VoLTE, Wi-Fi 6 802.11 ac અને USB Type-C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન 5000mAh બેટરી સાથે આવે છે. Redmi Note 12 માં 67W જ્યારે Redmi Note 12 Pro Plus માં 120W ફાસ્ટ ચાર્જિંગ વિકલ્પ આપવામાં આવ્યો છે.

Web Title: Xiaomi redmi note 12 5g series redmi note 12 pro plus price specifications and offer

Best of Express