/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/xiaomi-smart-tv-a-series-2024-.jpg)
શાઓમીએ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે
Xiaomi Smart TV A Series 2024 Edition Launched : શાઓમીએ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. શાઓમી સ્માર્ટ ટીવી એ સિરીઝ 2024 એડિશનને કંપની દ્વારા દેશમાં અગાઉની શાઓમી સ્માર્ટ ટીવી એ સીરીઝના અપગ્રેડ તરીકે પસંદ કરવામાં આવી છે. તેની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. Xiaomi Smart TV A Series 2024 એડિશનમાં કંપનીએ 32 ઇંચ, 40 ઇંચ અને 43 ઇંચના સ્ક્રીન મોડલ લોન્ચ કર્યા છે. ચાલો અમે તમને નવી શાઓમી સ્માર્ટ ટીવી એ સિરીઝ 2024 એડિશનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.
શાઓમી સ્માર્ટ ટીવી એ સિરીઝ 2024 એડિશન કિંમત (Xiaomi Smart TV A Series 2024 Edition Price)
શાઓમી સ્માર્ટ ટીવી એ સીરીઝ 2024 એડિશનના 32 ઇંચના સ્ક્રીન ટીવીની કિંમત 12,999 રૂપિયા છે. જ્યારે 40 ઇંચ સ્ક્રીન ટીવી મોડલની કિંમત 22,999 રૂપિયા અને 43 ઇંચ સ્ક્રીન ટીવીની કિંમત 24,999 રૂપિયા છે. શાઓમી સ્માર્ટ ટીવીને શાઓમીની ઓફિશિયલ વેબસાઇટ અને એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાય છે.
શાઓમી સ્માર્ટ ટીવી એ સિરીઝ 2024 એડિશન સ્પેસિફિકેશન્સ (Xiaomi Smart TV A Series 2024 Edition Specifications)
શાઓમી સ્માર્ટ ટીવી એ સિરીઝમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન્સ સ્માર્ટ ટીવી એ સિરીઝ 2023 જેવા જ છે. જોકે ફીચર્સને થોડા અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેના કારણે ટીવીના એકંદરે જોવાના અનુભવમાં સુધારો થયો છે.
શાઓમીના 40 ઇંચ અને 43 ઇંચના સ્ક્રીન મોડલમાં ગ્રાફિક્સ માટે Cortex A55 CPU અને Mali G31 MP2 GPU આપવામાં આવ્યું છે. ટીવીમાં પાછલા જનરેશનન વાળું જ જેમ જ GPU છે. જ્યારે 32 ઇંચના સ્ક્રીન ટીવીમાં Cortex A35 CPU મળે છે.
આ પણ વાંચો - Infinix GT 20 Pro : 108MP કેમેરા, 256GB સ્ટોરેજવાળા ફોનની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં જોરદાર ફિચર્સ
શાઓમીનું આ નવું ટીવી Xiaomi TV+ સાથે આવે છે અને તેમાં 150થી વધુ લાઇવ ચેનલ્સ આપવામાં આવી છે. શાઓમીના 32 ઇંચના ટીવીમાં રિઝોલ્યુશન (1,366 x 768 પિક્સલ) છે. 40 ઇંચ અને 43 ઇંચનું સ્ક્રીન મોડલ (1920 x 1080 પિક્સલ) રિઝોલ્યુશન છે. ટીવીમાં ચારે બાજુથી 178 ડિગ્રી વ્યૂઈંગ એંગલ, 60હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને Vivid Picture Engine જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
40 ઇંચ અને 43 ઇંચની સ્ક્રીનવાળા ટીવીમાં 1.5 જીબી રેમ
શાઓમીના આ 40 ઇંચ અને 43 ઇંચની સ્ક્રીનવાળા ટીવીમાં 1.5 જીબી રેમ મળે છે. તે જ સમયે, 32 ઇંચની સ્ક્રીન મોડેલ 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ બંને ટીવી મોડલમાં પેચવોલ+, ગૂગલ ટીવી (એન્ડ્રોઇડ ટીવી 11) અને શાઓમી ટીવી+ સોફ્ટવેર મળે છે. 40 અને 43 ઇંચની સ્ક્રીનવાળા ટીવીમાં 20W, ડોલ્બી ઓડિયો અને DTS:X જેવા ફીચર્સ છે. આ ટીવીમાં DTS વર્ચ્યુઅલ: X સપોર્ટ મળે છે. કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0, વાઇ-ફાઇ 2, 2 એચડીએમઆઇ, બે યુએસબી 2.0 અને ઇથરનેટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
શાઓમીના આ સ્માર્ટ ટીવીમાં યુનિવર્સલ સર્ચ, પેરેન્ટલ લોક સાથે કિડ્સ મોડ, લેંગ્વેજ યુનિવર્સ, પેચવોલ+ સાથે ફ્રી લાઇવ ટીવી, Mi Home Integration, OK Google,, ક્રોમકાસ્ટ બિલ્ટ-ઇન જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us