/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Xiaomi-SU7-Launch.jpg)
ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમીએ તેની પ્રથમ ઇ-કાર Xiaomi SU7 લોન્ચ કરી છે. (Photo - @Xiaomi)
Xiaomi SU7 Launch In China: શાઓમી કંપનીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીની આ પહેલી EV એક સેડાન કાર છે. કંપનીએ તેની પ્રથમ ઇ-કારનું નામ SU7 રાખ્યું છે. અહીં SU નો અર્થ (સ્પીડ અલ્ટ્રા) Speed ​​Ultra છે. આ પ્રસંગે પોતાનો લક્ષ્ય જણાવતા ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીએ વિશ્વના ટોચના પાંચ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સમાં સ્થાન મેળવવાની વાત કહી છે. જો કે શોઓમીની આ લેટેસ્ટ ઇ-કારની કિંમતો હજુ જાહેર કરવામાં આવી નથી. Xiaomi CEOએ કહ્યું કે આ સેડાન કાર મોંઘી હશે. તેમણે કહ્યું કે કારમાં ઉપલબ્ધ ફિચર્સને ધ્યાનમાં રાખીને કિંમત વ્યાજબી હશે.
ટેસ્લા, પોર્શે કરતાં વધુ ઝડપી દોડશે Xiaomi SU7 (Xiaomi SU7 Speed)
આ અવસર પર Xiaomiના ફાઉન્ડર અને સીઇઓ Lei Jun એ કહ્યું કે આ SU7 સેડાન કાર 'સુપર ઇલેક્ટ્રિક મોટર' ટેક્નોલોજી પર આધારિત છે. સુપર ઈલેક્ટ્રિક મોટર ટેક્નોલોજીથી સજ્જ Xiaomiની પ્રથમ ઈ-સેડાન કાર ટેસ્લા કાર અને પોર્શ ઈવી કરતાં વધુ ઝડપે દોડવા સક્ષમ છે.
Introducing #XiaomiSU7 Aqua Blue! Who’s falling for it? pic.twitter.com/eh8yipYMSY
— Xiaomi (@Xiaomi) December 28, 2023
ચીનના ઓટોમોબાઈલ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયાસ કરી રહેલા Xiaomiના CEOએ આ દરમિયાન કહ્યું કે આગામી 15 થી 20 વર્ષમાં સખત મહેનત કરીને અમે વિશ્વના ટોચના 5 ઓટોમોબાઈલ ઉત્પાદકોમાં સ્થાન બનાવવા માંગીએ છીએ. તેમની યોજના એવી પણ છે કે તે એક એવી ડ્રીમ કાર બનાવશે જે પોર્શે અને ટેસ્લાના વાહનોને ટક્કર આપશે.
શોઓમીની SU7 કારનું ચાર્જિંગ અને સ્પીડ (Xiaomi SU7 Charging Range)
Xiaomi SU7 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. વેરિઅન્ટના આધારે ડ્રાઈવિંગ રેન્જ (Xiaomi SU7 ડ્રાઈવિંગ રેન્જ) વિશે વાત કરીએ તો, પહેલું વેરિઅન્ટ સિંગલ ફુલ ચાર્જ પર 668 કિલોમીટર સુધીની રેન્જ આપવામાં સક્ષમ હશે. તેનું બીજું વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 800 કિમીની રેન્જ આપવામાં સક્ષમ હશે. બીજી તરફ, ટેસ્લાનું Model S એક વખતના ચાર્જિંગમાં 650 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે.
At the pinnacle of performance, the ultimate driving experience is our starting point in crafting vehicles.#XiaomiEVTechnologyLaunchpic.twitter.com/tSBthJbZcn
— Xiaomi (@Xiaomi) December 28, 2023
આ પણ વાંચો | ધૂમ મચાવશે 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ, 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થશે; જાણો સેફ્ટી ફિચર સહિત તમામ વિગતો
ન્યૂઝ એજન્સી રોઈટર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, Xiaomiના CEOએ કહ્યું કે SU7 ઓછા તાપમાનમાં ફાસ્ટ-ચાર્જિંગની ક્ષમતા આપવામાં આવી છે અને તે એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે જે બરફ પડવા જેવી પડકારજનક સ્થિતિમાં સમસ્યાઓને ઓળખવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે Xiaomiના ઇલેક્ટ્રિક વ્હીકલમાં આપવામાં આવેલી ઓટોનોમસ ડ્રાઇવિંગ ક્ષમતાઓ ઓટો ઉદ્યોગમાં સૌથી મોખરે રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us