Yamaha Electric Scooter : યામાહાના 2 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, પાવરફુલ બેટરી અને 160 કિમી સુધી રેન્જ

Yamaha Aerox E And Yamaha EC 06 Launch : યામાહા એરોક્સ ઇ અને યામહા ઇસી 06 બંને ઇલેક્ટ્રિક સ્કૂટર એડવાન્સ સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. નવા યામાહા ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 160 કિમી રેન્જ આપે છે.

Written by Ajay Saroya
November 12, 2025 14:30 IST
Yamaha Electric Scooter : યામાહાના 2 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, પાવરફુલ બેટરી અને 160 કિમી સુધી રેન્જ
Yamaha Aerox E And Yamaha EC 06 Launch Price : યામહા એરોક્સ ઇ અને યામાહા ઇસી 06 ઇલેક્ટ્રિક સ્કૂટર છે. (Photo: Yamaha Motor India)

Yamaha Aerox E And Yamaha EC 06 India Launch Price: યામાહા મોટર્સ ઈન્ડિયા ટુ વ્હીલર માર્કેટમાં મજબૂત સ્થાન મેળવવા નવા સ્કૂટર અને બાઈક લોન્ચ કરી રહી છે. પોતાના ઓટો પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા યામાહા એ 2 નવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લોન્ચ કર્યા છે – યામાહા એરોક્સ ઇલેક્ટ્રિક અને યામાહા EC 06 ઇલેક્ટ્રિક. મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં યામાહાના બંને ઇલેક્ટ્રિક વ્હીકલ રજૂ કરવામાં આવ્યા છે. ચાલો જાણીયે નવા યામાહા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત, બેટરી રેન્જ અને ફીચર્સ સહિત તમામ વિગત

Yamaha Aerox E Price : યામાહા એરોક્સ બેટરી રેન્જ

યામાહા એરોક્સ ઇ સ્કૂટરમાં ઘણા સેફ્ટ ફીચર્સ આપ્યા છે, જેમા સિંગલ ચેનલ એબીએસ (ABS) અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આવે છે, જેનાથી લપસણા રોડ પર પર સારો અંકુશ મેળવી શકાય છે.

યામાહા Aerox E સ્કૂટરમાં બે રિમૂવેબલ બેટરી પેક આપવામાં આવ્યા છે. પ્રત્યેક બેટરી1.5 kWh ની છે. એટલે કે કુલ 3 kWh બેટરી કેપેસિટી મળે છે. તે એક 9.4 kW ઇલેક્ટ્રિક મોટર પાવર આપે છે, જે 48 Nm ટોર્ક જનરેટ કરે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફુલ સિંગલ ચાર્જિંગમાં 106 કિમી સુધી દોડે છે.

Yamaha EC 06 : બેટરી રેન્જ

Yamaha EC 06 ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિઝાઇન ફ્યૂચરસ્ટિક છે. તેના ફ્રન્ટમાં સ્ટેક્ડ LED હેડલેમ્પ અને બોડી પર શાર્પ લાઇન સાથે સ્ટાઇલિશ લૂક આપે છે. EC 06 ઇ સ્કૂટરમાં 4 kWh ની ફિક્સ્ડ બેટરી આવે છે, જે 4.5 kW ની ઇલેક્ટ્રિક મોટરને પાવર આપે છે. આ મોટર 6.7 kW નો પીક પાવર જનરેટ કરે છે અને એક વખત ફુલ ચાર્જિંગ થયા બાદ 160 કિમી (IDC ક્લેમ્ડ) રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે.

યામહા એરોક્સ ઇ અને યામાહા ઇસી 06 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. કંપની બંને ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવર વર્ષ 2026ની શરૂઆત બાદ કરે તેવી શક્યતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ