Yamaha Hybrid Scooter: યામાહા એ લોન્ચ કર્યા બે પારવફુલ હાઇબ્રિડ સ્કૂટર, સ્ટાઇલ અને ફીચર્સમાં No 1

2025 Yamaha Hybrid Scooter Range Launch: યામાહા ફસિનો Fi હાઇબ્રિડ 125 અને યામાહા રેઝર 125 Fi હાઇબ્રિડ યામાહા કંપનીના લેટેસ્ટ હાઇબ્રિડ સ્કૂટર રેન્જ છે. આ સ્કૂટર હાઇ ટેક ફીચર્સ અને માઇલેજ સાથે આવે છે.

2025 Yamaha Hybrid Scooter Range Launch: યામાહા ફસિનો Fi હાઇબ્રિડ 125 અને યામાહા રેઝર 125 Fi હાઇબ્રિડ યામાહા કંપનીના લેટેસ્ટ હાઇબ્રિડ સ્કૂટર રેન્જ છે. આ સ્કૂટર હાઇ ટેક ફીચર્સ અને માઇલેજ સાથે આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
2025 Yamaha Hybrid Scooter Range | Yamaha Hybrid Scooter | yamaha fascino 125 fi hybrid | Yamaha rayzr 125 fi hybrid

Yamaha Hybrid Scooter Range Features And Mileage : યામાહા ફસિનો Fi હાઇબ્રિડ 125 અને યામાહા રેઝર 125 Fi હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ થયા છે. (Photo: Yamaha)

New Yamaha Hybrid Scooter Price And Features : યામાહા કંપનીએ ભારતમાં બે પાવરફુલ હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા છે. યામાહા ફસિનો Fi હાઇબ્રિડ 125 (Yamaha Fascino 125 Fi Hybrid) અને રેઝર 125 Fi હાઇબ્રિડ (RayZR 125 Fi Hybrid) કંપનીના નવા હાઇબ્રિડ સ્કૂટર છે. લેટેસ્ટ યામાહા હાઇબ્રિડ સ્કૂટરમાં હાઇ ટેક ફીચર્સ અને નવા કલર ઓપ્શન મળે છે. કંપનીએ આ સ્કૂટરમાં એનહેંસ્ડ પાવર આસિસ્ટ (EPA) ફીચર ઉમેર્યું છે, જે યામાહાની રિયલ ટેક્નોલોજી પર આધારિત છે. ચાલો જાણીયે નવા યામાહા હાઇબ્રિડ સ્કૂટર, ફીચર્સ માઇલેજ સહિત તમામ વિગત

Advertisment

એન્જિન અને ફીચર્સ

Yamaha RayZR 125 Fi Hybrid સ્કૂટરમાં 125 સીસીનું બ્લૂ કોર હાઇબ્રિડ એન્જિન આવે છે, જે 8.2 PS અને 10.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ડિસ્ક બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે, જે સ્કૂટરને સરળતાથી કન્ટ્રોલ કરી લે છે. તમને જણાવી દઇયે કે, આ સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ, એલઇડી હેડલાઇટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરનું વજન 99 કિમી છે. RayZR 125 Fi Hybrid માઇલેજની વાત કરીયે તો આ સ્કૂટરમાં 71.33 kmpl માઇલેજન કંપનીએ દાવો કર્યો છે.

Yamaha Fascino 125 Fi Hybrid સ્કૂટરમાં 125cc એન્જિન આવે છે, જે 8.2 PS અને 10.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ, LED હેડલાઇટ, LED ટેલ લાઇટ, DRLs આવે છે, જે દેખાવામાં ઘણું પાવરફુલ દેખાય છે. Fascino 125 Fi Hybrid સ્કૂટરના માઇલેજની વાત કરીયે તો આ સ્કૂટર 68.75 kmpl માઇલેજ આપે છે. આ સ્કૂટરમાં ડિસ્ક બ્રેક આવે છે, જેનાથી તે સરળતાથી કન્ટ્રોલ કરી શકાય છે.

યામાહા સ્કૂટરની કિંમત

Yamaha Fascino 125 Fi Hybrid સ્કૂટરની કિંમત 94,090 રૂપિયા એક્સ શો રૂમ છે. તો Yamaha RayZR 125 Fi Hybridની કિંમત 88,000 રૂપિયા એક્સ શો રૂમ છે. નવા યામાહા સ્કૂટરમાં શાનદાર ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે સાથે જ નવા કલર વિકલ્પ મળે છે.

Advertisment
Auto news બિઝનેસ