/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Yamaha-FZ-S-FI-Hybrid-Launch.jpg)
Yamaha FZ S FI Hybrid Launch in India: યામાહા એફઝેડ એસ એફઆઇ હાઇબ્રિડ મોટરસાઇકલ બે કલર ઓપ્શન રજૂ કરવામાં આવી છે.
Yamaha FZ S FI Hybrid Motorcycle Launch in India: યામાહાએ ભારતમાં પોતાની પહેલી હાઇબ્રિડ મોટરસાઇકલ એફઝેડ એસ ફાઇ હાઇબ્રિડ (Yamaha FZ S Fi Hybrid) લોન્ચ કરી છે, જેની શરૂઆતી કિંમત 1,44,800 રૂપિયા (એક્સ શોરૂમ) છે. એફઝેડ એસની લેટેસ્ટ એડિશન હવે સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને હાલના નોન હાઇબ્રિડ મોડલની સરખામણીએ 10,000 રૂપિયા વધુ મોંઘી છે. અહીં નવી યામાહા એફઝેડ એસના તમામ મુખ્ય અપડેટ્સ પર એક નજર છે.
Yamaha FZ S FI Hybrid : નવી યામાહા બાઇકમાં શું નવું છે?
યામાહાની એફઝેડ એસ એફઆઇની લેટેસ્ટ એડિશનમાં નાના સ્ટાઇલિંગ અપડેટ્સ આપવામાં આવ્યા છે. સૌથી મુખ્ય છે એર ઇન્ટેક એરિયામાં ઇન્ટિગ્રેટેડ એલઇડી ટર્ન ઇન્ડિકેટર છે, જે તેની એગ્રેસિવ અને એરોડાયનેમિક અપીલમાં વધારો કરે છે.
ઉપરાંત ટેન્ક કવર પર શાર્પ એજ FZ-S ને આકર્ષક અને મસ્કુલયર લુક આપે છે. ફ્યુઅલ ટેન્કમાં હવે વિમાન જેવી ફ્યૂઅલ કેપ હોય છે જે રિફ્યુઅલિંગ દરમિયાન જોડાયેલી રહે છે, જે વ્યવહારિકતામાં વધારો કરે છે.
ફીચર્સની વાત કરીએ તો અપડેટેડ યામાહા એફઝેડ-એફઆઇમાં નવું 4.2 ઇંચનું ફુલ કલર ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે જે વાય-કનેક્ટ એપ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી તેમજ ટર્ન-બાય-ટર્ન (ટીબીટી) નેવિગેશન છે, જે ગૂગલ મેપ્સ સાથે જોડાયેલ નેવિગેશન છે, જે રિયલ-ટાઇમ ડાયરેક્શન, નેવિગેશન ઇન્ડેક્સ, આંતરછેદ માહિતી અને શેરીના નામ પ્રદાન કરે છે.
યામાહાએ ફીચર્સ ઉપરાંત અપડેટેડ એફઝેડ-એસ એફઆઇના એર્ગોનોમિક્સમાં પણ ફેરફાર કર્યો છે. લાંબી સવારી દરમિયાન વધુ સારી આરામ માટે હેન્ડલબાર્સની સ્થિતિમાં સુધારો કરવામાં આવ્યો છે. હેન્ડલબાર સ્વીચોને ગ્લોવ્ઝ પહેર્યા પછી પણ વધુ સારી એક્સેસિબિલીટી માટે સમાયોજિત કરવામાં આવી છે.
આ ઉપરાંત, હોર્ન સ્વિચને મહત્તમ આરામ અને ઉપયોગમાં સરળતા માટે ફરીથી ગોઠવવામાં આવી છે. 2025 'એફઝેડ-એસ ફાઇ હાઇબ્રિડ' બે કલર - રેસિંગ બ્લુ અને સાયન મેટાલિક ગ્રે કલરમાં ઉપલબ્ધ છે
યામાહા એફઝેડ એસ એફઆઇ હાઇબ્રિડઃ એન્જિન સ્પેસિફિકેશન્સ
યામાહા એફઝેડ-એસ એફઆઇનું સૌથી મોટું અપડેટ તેનું એન્જિન છે જે હવે OBD2B અનુરૂપ છે. 149 સીસીનું એર-કૂલ્ડ એન્જિન હવે યામાહાના સ્માર્ટ મોટર જનરેટર (એસએમજી) અને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ (એસએસએસ)થી સજ્જ છે.
આ ટેકનોલોજી સાયલન્ટ સ્ટાર્ટઅપ, બેટરી-આસિસ્ટેડ એક્સેલરેશન અને એિન્જનને આઇડલ અને સહેલાઇથી ક્વિક ક્લચ એક્શન સાથે રિસ્ટાર્ટ કરતી વેળાએ ઓટોમેટિક શટડાઉન દ્વારા ઇંધણની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
આઉટપુટમાં ફેરફારનો કોઈ ઉલ્લેખ નથી. તેથી, તે સુરક્ષિત રીતે ધારી શકાય છે કે યામાહા એફઝેડ-એસ એફઆઇ હાઇબ્રિડ સમાન 12.4 એચપી અને 13.3 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. પાવરને 5-સ્પીડ ગિયરબોક્સ દ્વારા પાછળના વ્હીલમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us