Year Ender 2023: આઈપીઓમાં રોકાણકારોને 250 ટકા સુધીનું બમ્પર રિટર્ન, જાણો 2023માં ક્યાં IPOમાં કેટલું રિટર્ન મળ્યું

Top 10 IPO OF 2023: વર્ષ 2023માં 58 કંપનીઓએ આઈપીઓ મારફતે 53000 કરોડ ઊભા કર્યા છે. ચાલુ વર્ષે 5 પબ્લિક ઇશ્યૂને બાદ કરતા બાકીના આઈપીઓમાં રોકાણકોરને બમ્પર રિટર્ન મળ્યું છે.

Written by Ajay Saroya
December 26, 2023 17:06 IST
Year Ender 2023: આઈપીઓમાં રોકાણકારોને 250 ટકા સુધીનું બમ્પર રિટર્ન, જાણો 2023માં ક્યાં IPOમાં કેટલું રિટર્ન મળ્યું
આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકાણકારો સરળતાથી જંગી રિટર્ન મેળવી શકે છે. (Photo - Freepik)

Top 10 IPO Highest Highest Return Listing Day Gain Of 2023: વર્ષ 2023માં ભારતીય શેરબજારે નવા ઐતિહાસિક સિમાચિહ્ન બનાવ્યો છે. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે આઈપીઓની દ્રષ્ટિએ પણ વર્ષ 2023 ખુબ જ શાનદાર રહ્યુ છે અને જાહેર ભરણાંમાં રોકાણકારોને જંગી કમાણી થઇ છે. 1 જાન્યુઆરી, 2023 થી અત્યાર સુધીમાં એટલે કે 22 ડિસેમ્બર, 2023 સુધીમાં કુલ 52 આઈપીઓ શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ – નિફ્ટી પર લિસ્ટેડ થયા છે અને ક્રિસમસ બાદ વધુ 6 શેર લિસ્ટ થશે. વર્ષ 2023માં મેઇનબોર્ડ પર લિસ્ટિંગ થનાર આઈપીઓનો આંકડો 58 પહોંચી જશે. વર્ષ 2023માં રોકાણકારોને આઈપીઓમાં 100થી 250 ટકા જેટલું જંગી રિટર્ન મળ્યું છે. ચાલો વર્ષ 2023માં રોકાણકારોને કઇ કંપનીના આઈપીઓમાં કેટલુ રિટર્ન મળ્યું તેના પર એક નજર કરીયે…

વર્ષ 2023માં 52 આઇપીઓ લિસ્ટ થયા (IPO Listing In 2023)

ચાલુ વર્ષે 22 ડિસેમ્બર, 2023 સુધીમાં મેઇનબોર્ડ પર કુલ 52 આઈપીઓ લિસ્ટ થયા છે. જેમાં મોટાભાગના આઈપીઓમાં રોકાણકારોને 40થી 250 ટકા જેટલું બમ્પર રિટર્ન મળ્યું છે. તો માત્ર 5 આઈપીઓ એવા છે જેમાં રોકાણકારોને નેગેટિવ રિટર્ન મળ્યું છે. વર્ષ 2023માં 8 આઈપીઓ એવા છે જે રિટર્ન મશીન સાબિત થયા છે, એટલે કે તેમાં રોકાણકારોને મૂડી 100 ટકાથી 250 ટકા વળતર મળ્યું છે.

IPO | pulic issue | IPO Investment Tips | ipo alert | ipo market | Sharemarket Tips |
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo – Freepik)

આ IPO મલ્ટિબેગર બન્યા હતા (Multibagger IPO In 2023)

આ વર્ષે 8 નવા લિસ્ટેડ સ્ટોક્સ હતા જે રોકાણકારો માટે મલ્ટિબેગર્સ બન્યા હતા. આમાં રોકાણકારોના નાણાં ઓછામાં ઓછા બમણા થયા. IREDA આ વર્ષનો સૌથી વધુ રિટર્ન આપતો IPO સાબિત થયો છે. IREDA માં રોકાણકારોને અત્યાર સુધીમાં 243 ટકા વળતર મળ્યું છે. 100 ટકાથી વધુ વળતર ધરાવતા IPOની યાદી અહીં જુઓ.

રોકાણકારોને IREDAના આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે 87% અને અત્યાર સુધીમાં કુલ 243% ટકાનું જંગી રિટર્ન મળ્યું છે. તેવી જ રીતે નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયાના આઈપીઓમાં 82%નો લિસ્ટિંગ ગેઇન અને અત્યાર સુધી કુલ 136.4% વળતર મળ્યું છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં લિસ્ટિંગના દિવસ 92% અને અત્યાર સુધી કુલ 105% ટકા, સેન્કો ગોલ્ડના શેરમાં લિસ્ટિંગના દિવસ 28% અને અત્યાર સુધીમાં 128% ટકા રિટર્ન મળ્યું છે. તો સિયન્ટ ડીએલએમ શેરમાં લિસ્ટિંગના દિવસે 59% અને અત્યાર સુધી કુલ 147%, વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાના આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે 47% અને અત્યાર સુધી કુલ 106%, સિગ્નેચર ગ્લોબલમાં 19% લિસ્ટિંગ ગેઇન અને અત્યાર સુધી કુલ 10%, તો ટાટા ટેક્નોલોજીસના આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે 163% અને અત્યાર સુધી 142% ટકા રિટર્ન મળ્યું છે.

IPO | Initial public offering | IOP return | IPO share marekt | IPO Market
IPO return : શેરબજારમાં લિસ્ટેડ થવા કંપનીઓ આઇપીઓ લાવે છે.

IPO માર્કેટમાં રોકાણનો ક્રેઝ કેમ? (IPO Investment)

વર્ષ 2023 દરમિયાન IPO માર્કેટમાં હલચલ રહેવાનું સૌથી મોટું કારણ શેરબજારમાં સતત તેજી છે. 2023માં સેન્સેક્સ – નિફ્ટી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આ તેજીનો લાભ લેવા કંપનીઓ આઈપીઓ લાવીને શેરનું લિસ્ટિંગ કરાવી રહી છે. સતત ઊંચા સબ્સ્ક્રિપ્શનને કારણે, વર્ષના છેલ્લા મહિનામાં આ ટ્રેન્ડ ઘણો વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 52 કંપનીઓના સ્ટોક લિસ્ટ થયા છે અને વધુ શેર 8 લિસ્ટ થવાના છે.

વર્ષ 2023માં ક્યા આઈપીઓમાં કેટલું રિટર્ન મળ્યું – એક નજર

કંપનીનો આઈપીઓલિસ્ટિંગ તારીખઈશ્યૂ પ્રાઈસલિસ્ટિંગના દિવસે બંધ ભાવલિસ્ટિંગ ડે ગેઇનહાલનો ભાવવધ-ઘટ
ઇન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન20 ડિસેમ્બર493543.510.24%550.2511.61%
DOMS ઇન્ડસ્ટ્રીઝ20 ડિસેમ્બર7901330.8568.46%1305.0565.2%
ફ્લેર વાયરિંગ ઇન્ડસ્ટ્રીઝ1 ડિસેમ્બર304452.748.91%360.518.59%
ટાટા ટેકનોલોજીસ30 નવેમ્બર5001314.25162.85%1208.9141.78%
ફિડબેંક ફાઈનાન્સિયલ સર્વિસિસ30 નવેમ્બર1401400%141.050.75%
ગાંધાર ઓઈલ રિફાઇનરી30 નવેમ્બર169301.578.4%281.8566.78%
IREDA29 નવેમ્બર3259.9987.47%109.85243.28%
ASK ઓટોમોટિ15 નવેમ્બર282310.210%279.75-0.8%
પ્રોટેન eGov ટેક્નોલોજીસ13 નવેમ્બર79288311.49%1218.153.8%
ESAF સ્મોલ ફાઈનાન્સ બેંક10 નવેમ્બર6069.0515.08%69.0815.13%
હોનાસા કન્ઝ્યુમર7 નવેમ્બર324337.154.06%425.0531.19%
Cello World6 નવેમ્બર648791.922.21%76818.52%
બ્લુ જેટ હેલ્થકેર1 નવેમ્બર346395.8514.41%360.54.19%
IRM એનર્જી26 ઓક્ટોબર505472.95-6.35%523.53.66%
પ્લાઝા વાયર્સ12 ઓક્ટોબર5480.2348.57%100.586.11%
Valiant Laboratories6 ઓક્ટોબર140169.0520.75%176.426%
અપડેટર સર્વિસિસ લિમિટેડ4 ઓક્ટોબર300283.85-5.38%355.4518.48%
મનોજ વૈભવ જેમ્સ3 ઓક્ટોબર215215.650.3%328.6552.86%
JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર3 ઓક્ટોબર119157.332.18%220.4585.25%
યાત્રા ઓનલાઈન28 સપ્ટેમ્બર142135.95-4.26%140.25-1.23%
સાઈ સિલ્ક (કલામંદિર)27 સપ્ટેમ્બર222244.8510.29%277.725.09%
સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા)27 સપ્ટેમ્બર385458.419.06%817.6112.36%
Zaggle Prepaid Ocean Services22 સપ્ટેમ્બર164158.3-3.48%224.136.65%
SAMHI હોટેલ્સ22 સપ્ટેમ્બ126143.5513.93%174.4538.45%
EMS લિમિટેડ21 સપ્ટેમ્બર211279.7532.58%416.997.58%
આર. આર. કેબલ20 સપ્ટેમ્બર10351196.6515.62%1619.1556.44%
જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ18 સપ્ટેમ્બર7351075.2546.29%1146.455.97%
ઋષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ11 સપ્ટેમ્બર441442.750.4%553.925.6%
રતનવીર પ્રેસિઝન એન્જિનિયરિંગ11 સપ્ટેમ્બર98134.437.14%114.717.04%
વિષ્ણુ પ્રકાશ આર. પુંગલીયા5 સપ્ટેમ્બર99145.9347.4%204.45106.52%
એરોફ્લેક ઇન્ડસ્ટ્રીઝ31 ઓગસ્ટ108163.1551.06%148.837.78%
પીરામીડ ટેક્નોપ્લાસ્ટ29 ઓગસ્ટ166175.755.87%192.5515.99%
ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ23 ઓગસ્ટ197200.952.01%198.950.99%
Concord બાયોટેક18 ઓગસ્ટ741941.8527.11%1506.05103.25%
SBFC ફાઈનાન્સ લિમિટેડ16 ઓગસ્ટ5792.2161.77%89.2256.53%
યથાર્થ હોસ્પિટલ ટ્રોમા કેર સર્વિસિસ7 ઓગસ્ટ3003000%380.526.83%
નેટવેબ ટેકનોલોજીસ27 જુલાઈ500910.582.1%1221.15144.23%
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક21 જુલાઇ2547.9491.76%52.43109.72%
સેન્કો ગોલ્ડ14 જુલાઈ317404.9527.74%727.85129.61%
સિયન્ટ DLM10 જુલાઇ265420.7558.77%667.4151.85%
ideaForge ટેકનોલોજી7 જુલાઇ6721295.592.78%830.123.53%
HMA એગ્રો ઇન્ડસ્ટ્રીઝ4 જુલાઇ585584.75-0.04%76630.94%
IKIO લાઇટિંગ16 જુલાઈ285403.7541.67%342.720.25%
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ19 જુલાઇ100104.264.26%136.836.8%
મેનકાઇન્ડ ફાર્મા9 મે10801424.0531.86%1931.7578.87%
Avalon ટેકનોલોજીસ18 એપ્રિલ436397.45-8.84%55126.38%
ઉદયશિવકુમાર ઇન્ફ્રા3 એપ્રિલ3531.5-10%38.7410.69%
ગ્લોબલ સરફેસ23 માર્ચ140170.922.07%181.829.86%
Divgi TorqTransfer Systems14 માર્ચ590605.152.57%992.8568.28%
Sah પોલીમર્સ12 જાન્યુઆરી6589.2537.31%130.5100.77%
રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ4 જાન્યુઆરી94104.711.38%89.41-4.88%

share market | stock market tips | stock investment strategy | share market return | bse sensex | nse nifty | sensex nifty | share trading strategy | share marmet news | business news
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.

2023માં 58 કંપનીએ આઈપીઓથી 53000 કરોડ ઉભા કર્યા (IPO Fund Raising In 2023)

વર્ષ 2023 આઈપીઓની દ્રષ્ટિએ ઘણુ પ્રોત્સાહક રહ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 58 કંપનીઓએ આઈપીઓ મારફતે મૂડીબજારમાંથી 52.637 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. અલબત્ત વાર્ષિક તુલનાએ આઈપીઓ મારફતે ભંડોળ એક્ત્રિકરણ ઓછું રહ્યુ છે. વર્ષ 2022માં 40 કંપનીઓએ આઈપીઓ થકી 59,302 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. વ્યાજદરમાં વૃદ્ધિ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે તેમાં ઘટાડો આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ