/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Google-.jpg)
Google Trends near me : આજના સમયમાં જો આપણે કોઈને પણ લગતી માહિતી મેળવવી હોય તો આપણે તરત જ ગુગલ પર સર્ચ કરીએ છીએ
Google Trends near me : આજના સમયમાં જો આપણે કોઈને પણ લગતી માહિતી મેળવવી હોય તો આપણે તરત જ ગુગલ પર સર્ચ કરીએ છીએ. આપણે ક્યાંક જવાનું છે કે પછી આરોગ્યને લગતી માહિતી મેળવવી પડે છે. અથવા તો મંદિરમાં દર્શન માટે જાવ. લોકો દરેક વસ્તુ માટે ગુગલનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. જો આપણે કોઇ સારી હોટલ શોધવી હોય તો લખીએ છીએ બેસ્ટ હોટલ નીયર મી, આપણે જીમ શોધવું હોય તો લખીએ છીએ જીમ નીયર મી.
આવી સ્થિતિમાં જ્યારે વર્ષ 2024 માં ગુગલ પર સર્ચ કરવામાં આવેલા આ near me ની વાત આવે છે, ત્યારે એક્યુઆઈ નંબર વન પર રહ્યું છે. આ બતાવે છે કે લોકો તેમની આસપાસના હવામાન અને હવાની ગુણવત્તા વિશે ખૂબ જાગૃત અને ચિંતિત છે. ગુગલ પર આ સર્ચ 'નિયર મી'ની કેટેગરીમાં રહે છે. સાથે જ આ કેટેગરીમાં ત્રીજો નંબર 'મારી આસપાસ રામ મંદિર' રહ્યું છે.
દિલ્હી સહિત ઘણા શહેરોમાં હવા ખૂબ જ ખરાબ છે
દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરો છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણના કારણે ખૂબ જ ખરાબ રહ્યા હતા. જેને લઇને આ શહેરોમાં રહેતા લોકો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પોતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. આ શહેરોમાં રહેતા લોકોને ગંભીર સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ગુગલ પર લોકો દ્વારા એક્યુઆઈને ખૂબ સર્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - વર્ષ 2024ની નવી 10 કાર, જેણે ભારતમાં મચાવી ધૂમ, પાવરફુલ એન્જિન થી લઇ શાનદાર ફીચર્સ
રામ મંદિરમાં ખૂબ સર્ચ કરવામાં આવ્યું
આ સિવાય જ્યારે 2024 ગૂગલ સર્ચ near me ની વાત આવે છે તો લોકોએ રામ મંદિર વિશે પણ ઘણું સર્ચ કર્યું હતું. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હચતી. જે બાદ લોકોએ આખા વર્ષ દરમિયાન તેને ઘણું સર્ચ કર્યું હતું. જેના કારણે સમગ્ર ભારતમાં ‘Ram mandir near me‘ ત્રીજા નંબર પર સર્ચ કરવામાં આવ્યું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Google-Trends-near-me.jpg)
આ રહ્યા ટોપ 2024ના ટોપ 10 near me સર્ચ
ટોપ 10 ગૂગલ સર્ચ near meની વાત કરીએ તો ‘AQI near me‘ પ્રથમ સ્થાને છે, ‘Onam sadhya near me‘ બીજા અને ‘Ram mandir near me‘ ત્રીજા સ્થાને છે. ‘Sports bars near me‘ ચોથા,‘Best bakery near me‘ પાંચમા, ‘Trendy cafes near me‘ છઠ્ઠા સ્થાને છે. ‘Polio drops near me‘ સાતમા સ્થાને, ‘Shiv mandir near me‘ આઠમા સ્થાને, ‘Best coffee near me‘ નવમા સ્થાને અને ‘Hanuman movie near me‘ દસમા સ્થાન પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us