Year Ender 2024 Inndian Businessman Deaths: ભારતના ઉદ્યોગજગત માટે વર્ષ 2024 ઘણું પડકારજનક અને દુઃખદ રહ્યું છે. 2024માં કપરા સમયનો સામનો કરવાની સાથે સાથે ભારતના કોર્પોરેટ સેક્ટરના રતન કહેવાતા રતન ટાટાની વિદાયથી મોટો આધાર લાગ્યો છે. ટાટા ગ્રૂપના વડા રતન ટાટાએ 9 ઓક્ટોબર 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું. 2024માં રતન ટાટા ઉપરાંત ભારતના અન્ય દિગ્ગજ ઉદ્યોગપતિ અને બિઝનેસ મેનના અવસાનથી ઉદ્યોગજગતને પુરી ન શકાય તેવી ખોટ પડી છે.
Ratan Tata : રતન ટાટા
રતન નવલ ટાટાનું 9 ઓક્ટોબર 2024ના રોજ નિધન થયું છે. રતન ટાટાએ 86 વર્ષની વયે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 1937માં 28 ડિસેમ્બરના રોજ જન્મેલા રતન ટાટા ભારતના દિગ્ગજ સફળ ઉદ્યોગપતિ અને પરોપકારી હતા. તેમણે ટાટા જૂથને વિશાળ કોર્પોરેટ ગ્રૂપ બનાવ્યું હતું. તેમણે 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપ અને ટાટા સન્સને ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમણે લાખેણી કાર નેનો કાર બનાવી ભારતના મધ્યમ વર્ગનું કાર ખરીદવાનું સપનું પુરું કર્યું હતું. રતન ટાટાને પદ્મ વિભૂષણ (2008), મહારાષ્ટ્ર ભૂષણ (2006) અને પદ્મ ભૂષણ (2000) પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

Shashi Ruia : શશી રૂઈયા
શશી રૂઈયા ભારતના કોર્પોરેટ સમૂહ એસ્સાર ગ્રૂપના સ્થાપક છે. શશી રૂઈયાનું 25 નવેમ્બર 2024ના રોજ નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. શશી રૂઈયાના નાના ભાઈનું નામ છે રવિ રુઈયા. બંને ભાઈઓ રૂઈયા બ્રધર્સ તરીકે ઓળખાય છે. શશી રૂઈયા એ ભાઈ રવી રૂઈયા સાથે મળી ચેન્નઇમાં વર્ષ 1969માં એસ્સાર ગ્રૂપની સ્થાપના કરી હતી. તબક્કાવાર એસ્સાર ગ્રૂપે પાવર, માઈનિંગ, સ્ટીલ અને શિપિંગ સેક્ટરમાં પ્રવેશ કરી દુનિયાના 25 દેશમાં બિઝનેસ ફેલાવ્યો.
Ramoji Rao : રામોજી રાવ
રામોજી રાવ ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે. રામોજી રાવ એ પણ વર્ષ 2024માં 8 જૂનના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. રામોજી રાવ હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીના સ્થાપક હતા. આ ફિલ્મ સિટી 1666 એકરમાં ફેલાયેલી છે. તેમણે ઇટીવી નામે ન્યુઝ અને મનોરંજન ચેનલ શરૂ કરી હતી.
Narayanan Vaghul : નારાયણન વાઘુલ
ભારતના દિગ્ગજ બેન્કરમાં આઈસીઆઈસી બેંકના પૂર્વ ચેરમેન નારાયણન વાઘુલનું નામ સામેલ છે. 18 મે, 2024ના રોજ નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન થયું હતું. આધુનિક ભારતીય બેન્કિંગના જનક કહેવાતા નારાયણન વાઘુલે આઈસીઆઈસી બેંકની શરૂઆતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SBIમાં બેન્ક કરિયર શરૂ કરનાર વાઘુલ વર્ષ 1985માં આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન અને એમડી બન્યા હતા. ભારત સરકાર તરફથી તેમને વર્ષ 2010માં પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.





