Year Ender 2024: વર્ષ 2024ની નવી 10 કાર, જેણે ભારતમાં મચાવી ધૂમ, પાવરફુલ એન્જિન થી લઇ શાનદાર ફીચર્સ

Year Ender 2024 Top 10 Car Launch In India: વર્ષ 2024માં ઘણી નવી કાર લોન્ચ થઇ છે. આ કાર પાવરફુલ એન્જિન, શાનદાર ફીચર અને દમદાર સેફ્ટી ફીચર્સ સાથે રજૂ થઇ છે. અહીં 2024માં લોન્ચ થયેલી સૌથી દમદાર ટોપ 10 કાર વિશે જાણકારી આપવામાં આવી છે.

Year Ender 2024 Top 10 Car Launch In India: વર્ષ 2024માં ઘણી નવી કાર લોન્ચ થઇ છે. આ કાર પાવરફુલ એન્જિન, શાનદાર ફીચર અને દમદાર સેફ્ટી ફીચર્સ સાથે રજૂ થઇ છે. અહીં 2024માં લોન્ચ થયેલી સૌથી દમદાર ટોપ 10 કાર વિશે જાણકારી આપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
top 10 car launch in india | 2024 Kia Sonet Facelift | 2024 Hyundai Creta Facelift | Tata Punch EV | Mahindra XUV 3X0 | Auto News | Car Launch In 2024

Top 10 Car Launch In India Year 2024: વર્ષ 2024માં ભારતમાં 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ, હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ, ટાટા પંચ ઇવી, મહિન્દ્રા એક્સયુવી 3X0 સહિત ઘણી શાનદાર કાર લોન્ચ થઇ છે. (Photo: Social Media)

Year Ender 2024 Top 10 Car Launch In India: કાર માટે વર્ષ 2024 ઘણું શાનદાર રહ્યું છે. ટાટા, મારૂતિ, મહિન્દ્રા થી લઇ કિયા સહિત ઘણી ઓટો કંપનીઓ દ્વારા વર્ષ 2024 દરમિયાન ઘણી શાનદાર અને પાવરફુલ કાર લોન્ચ કરવામાં આવી છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં કાર લોન્ચ થઇ છે. આ નવી કાર સ્ટાઇલ, એન્જિન માઇલેજ, સેફ્ટી ફીચર્સ સહિત ઘણી બાબતોમાં અપગ્રેડ છે. અહીં અમે તમને વર્ષ 2024માં ધૂમ મચાવનાર 10 કાર વિશે જણાવી રહ્યા છીએ.

Advertisment

2024 Kia Sonet Facelift : 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ

કિયા સોનેટ ફેસલિફ્ટ 2024માં લોન્ચ થયેલી શાનદાર કાર છે. તે સબકોમ્પેક્ટ એસયુવીની પ્રથમ મિડ લાઇડ અપડેટ હતી. તેમા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કિયા સોનેટ ફેસલિસ્ટ કારના એક્સિટીરિયર, ઇન્ટિરિયર લુકમાં ફેરફાર સાથે 360 ડિગ્રી કેમેરા, ADAS જેવા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. 3 બ્રોડ ટ્રિમમાં રજૂ કરાયેલી 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ 2 પેટ્રોલ એન્જિન વિકલ્પ અને 1 ડીઝલ પાવરટ્રેન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ કારની કિંમત 7.99 થી 15.76 લાખ રૂપિયા છે.

2024 Hyundai Creta Facelift : 2024 હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ

હ્યુન્ડાઇ મોટર કંપનીએ અપડેટેડ 2024 હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ કાર લોન્ચ કરી છે. કોરિયન કાર કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી બેસ્ટ કાર પૈકી એક કાર અપડેટ કરી છે. કારના સ્ટાઇલિંગ અને ઇન્ટિરિયરમાં ઘણા ફેરફાર કરાયા છે. ક્રેટા ફેસલિફ્ટ કારમાં ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, ADAS જેવા ફીચર્સ સામેલ છે. ઉપરાંત 2024 ક્રેટા ફેસલિફ્ટ પોતાના પાવરટ્રેન વિભાગમાં 1.5 લીટર ટર્બો પેટ્રોલ ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. 2024 હ્યન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ કાર 11 લાખ થી 20.29 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)ની આસપાસ ઉપલબ્ધ છે.

Tata Punch EV : ટાટા પંચ ઇવી

ટાટા પંચ ઇવી કાર જાન્યુઆરી 2024માં લોન્ચ થઇ હતી. તેમા બે બેટરી ઓપ્શન આવે છે. એક 25 kWh પેક, જે 315 કિમી રેન્જ આપવાનો દાવો કરે છે અને 35 kWh પેક, જે 421 કિમી માઇલેજનો દાવો કરે છે. પોતાના ICE સંચાલિત સમકક્ષની તુલનાાં, ટાટા પંચ ઇવી માં 10.25 ઇંચ ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને વાયરલેસ ફોન ચાર્જર જેવા ફીચર આવે છે. ટાટા પંચ ઇવીની કિંમત 10 લાખ થી લઇ 14.29 લાખ (એક્સ શોરૂમ) આસપાસ છે.

Advertisment

BYD Seal : બીવાયડી સીલ

ચાઇનીઝ ઓટોમેકર BYD એ પોતાની ઇલેક્ટ્રિક સેડાન કાર BYD Seal (બીવાયડી સીલ) ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત 41 લાખ (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ મોડલમાં 53 લાખ રૂપિયા સુધી પહોંચી છે. આ ઇવી કાર મલ્ટીપલ પાવરટ્રેન ઓપ્શન સાથે 3 વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. આ કાર એક સિંગલ ચાર્જિંગમાં 650 કિમી દોડવાનો દાવો કરે છે. બીવાયડી સીલ કારમાં એક ગોળ ફેરવી શકાય તેવી 15.6 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોન્ટેન્મેન્ટ સિસ્ટમ, એક પેનોરમિક ગ્લાસ રૂફ અને હીટિંગ અને વેન્ટિલેશન ફંક્શન વાળી પાવર્ડ સીટ આવે છે.

Hyundai Crera N Line : હ્યુન્ડાઇ ક્રેટા એન લાઈન

હ્યુન્ડાઇ ક્રેટા એન લાઈન વર્ષ 2024માં લોન્ચ થઇ છે. રેગ્યુલર મોડલની તુલનામાં એન લાઇનમાં પર્ફોર્મન્સ વધારવા ઘણા અપડેટ કરવામાં આવ્યા છે. તેમા શોર્પર સ્ટેયરિંગ રિસ્પોન્સ અને Dual Tip Exhaust સિસ્ટમ સામેલ છે. ક્રેટા એન લાઇનમાં 160 પીએસ 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન, 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આવે છે. હ્યુન્ડાઇ ક્રેટા એન લાઇન કારની કિંમત 16.82 લાખ થી 20.44 લાખ રૂપિયા આસપાસ છે.

Mahindra XUV 3X0 : મહિન્દ્રા એક્સયુવી 3 એક્સ ઝીરો

મહિન્દ્રા મહિન્દ્રા કંપનીએ ફેસલિફ્ટેડ મહિન્દ્રા એક્સયુવી 3X0 લોન્ચ કરી છે. નવી ડિઝાઇન, પેનોરમિ સનરૂફ જેવા સેગમેન્ટ ફર્સ્ટ ફીચરસ સાથે અપડેટેડ કેબિન અને લેવલ 2 ADAS સાથે અપડેટ સિક્યોરિટી ફીચર્સ આવે છે. પહેલાની જેમ Mahindra XUV 3X0 એસયુવી કાર 3 એન્જિન ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે, જેમા બે ટર્બો પેટ્રોલ વિકલ્પ અને 1 ડીઝલ ઓપ્શન આવે છે.

2024 Maruti Suzuki Swift : 2024 મારૂતિ સુઝુકી સ્વિફ્ટ

મારૂતિ સુઝુકી કંપની દ્વારા પોતાની ફોર્થ જનરેશનન લોકપ્રિય હેચબેક સ્વિફ્ટ કાર લોન્ચ કરી છે. તેની કિંમત 6.49 લાખ થી 9.65 લાખ રૂપિયા એક્સ શોરૂમ આસપાસ છે. અપડેટેટ કેબિન સાથે નવી ડિઝાઇન કરાઇ છે અને તેમા નવું 82 PS 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવે છે. નવા ફીચરમાં 9 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોન્ટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર અને 6 એરબેગ જેવા ફીચર સામેલ છે.

Force Gurkha 5-door : ફોર્સ ગુરખા 5 ડોર

ફોર્સ મોટર્સે પોતાની 5 ડોર વર્ઝન લોન્ચ કરવાની સાથે ગુરખા રેન્જનો વિસ્તાર કર્યો છે. 5 ડોર ગુરખા કારમાં 9 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ કલસ્ટર અને પાવર્ડ વિન્ડો જેવા ફીચર સાથે એક શાનદાર કેબિન છે. આ અપડેટ 3 ડોલર મોડલમાં પણ ઉપલબ્ધ છે. બંને મોડલમાં વધારે પાવરફુલ 140 PS/320 Nm 2.6 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જેને 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ અને ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે. ફોર્સ ગુરખા 5 ડોર કારની કિંમત 18 લાખ એક્સ શોરૂમ આસપાસ છે.

Tata Curvv : ટાટા કર્વ

ટાટા કર્વ ટાટા મોટર્સની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર પૈકીની એક છે. ટાટા મોટર્સે કર્વ ઇવી લોન્ચ કર્યા બાદ ICE પાવર્ડ કર્વ ઇવી કાર લોન્ચ કરી છે. અલબત્ત આ એસયુવી કૂપ જેવી જ ડિઝાઇન ધરાવે છે, જો કે તેા અલગ અલગ સ્ટાઇલિંગ એલિમેન્ટ છે, જે તેના સમકક્ષ ઇલેક્ટ્રિક વર્ઝનથી અલગ તારવે છે. કારના ખાસ ફીચર્સમાં 12.3 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ રો સીટ, એક પેનોરમિક સનરૂફ અને ADAS સામેલ છે. ટાટા કર્વ બે ટર્બો પેટ્રોલ એન્જિન વિકલ્પ અને 1 ડીઝલ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. ટાટા કર્વ કારની કિંમત 10 થી 19 લાખ રૂપિયા એક્સ શોરૂમ આસપાસ છે.

આ પણ વાંચો | વર્ષ 2024માં લોન્ચ થયેલા ટોપ 5 સ્માર્ટફોન, કિંમત ₹ 25000 થી નીચે

Citroen Basalt : સિટ્રોન બેસાલ્ટ

સિટ્રોન એ ભારતમાં પોતાની એસયુવી કૂપ, બેસાલ્ટ લોન્ચ કરી છે. આ બ્રાન્ડના અન્ય મોડલર જેવા C3 અને C3 એરકોર્સ સાથે પોતાની સ્ટાઇલિંગ આપે છે, પરંતુ તેની ઢળથી રૂફ તેને અલગ તારવે છે. ફીચર્સની વાત કરીયે તો તેમા 1.0.2 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ છે. સિટ્રોન બેસાલ્ટને 82 PS 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 110 PS 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાતે રજૂ કરવામાં આવી છે.

યર એન્ડર Auto news બિઝનેસ