/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/year-ender-2025-indian-industrialist-pass-away.jpg)
Year Ender 2025 : વર્ષ 2025માં ગોપીચંદ હિન્દુજા, રતન ટાટા અને સંજય કપૂરનું નિધન થયું છે. (Photo: Social Media)
Goodbye 2025, Indian Businessman Pass Away In 2025 : 2025 નું વર્ષ સમાપ્ત થવાની તૈયારીમાં છે. વર્ષ 2025માં ઘણી ઘટનાઓ બની છે, જેની સમગ્ર દુનિયા પર અસર છે, જેમા કેટલીક સારી તો અમુક ખરાબ છે. 2025માં ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ દુનિયાને અલવિદા કહ્યું છે, અને પોતાની પાછળ કરોડો રૂપિયાનું કોર્પોરેટ સામ્રાજ્ય અને સંપત્તિ મુકી ગયા છે. આ બિઝનેસમાં ટાટા ગ્રૂપના વડા રતન ટાટા થી લઇ ગોપીચંદ હિન્દુજા સામેલ છે. 2025માં ક્યા ક્યા ઉદ્યોગપતિ અને બિઝનેસમેનની નિધન થયું છે.
રતન ટાટા (Ratan Tata)
રતન ટાટા ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ છે, જેમણે વર્ષ 2025માં દુનિયાને અલવિદા કહ્યું છે. 28 ડિસેમ્બર, 1937ના રોજ મુંબઇમાં જન્મેતા રતન ટાટાનું નિધન 9 ડિસેમ્બર, 2025ના રોજ થયું છે. તેઓ 86 વર્ષ સુધી જીવ્યા હતા. રતન ટાટા ટાટા ગ્રૂપના વડા હતા. તેમણે ભારતની ઔદ્યોગિક ક્રાંતિમાં મોટું યોગદાન આપ્યું છે. ભારતના મધ્યમ વર્ગ માટે સૌથી વાજબી કિંમતની કાર ટાટા નેનો બનાવવાનો શ્રેષ્ઠ પણ તેમને જાય છે.
ગોપીચંદ હિંદુજા (Gopichand Hinduja)
ભારતીય મૂળના ગોપીચંદ હિન્દુજા યુકે સ્થિત હિન્દુજા ગ્રૂપના ચેરમેન અને બ્રિટનના સૌથી અમીર પરિવારના મોભી હતા. 4 નવેમ્બર 2025ના રોજ લંડનના એક હોસ્પિટલમાં 85 વર્ષની ઉમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પરિવારના ટ્રેડિંગ બિઝનેસને બેન્કિંગ, ઓઇલ, રિયલ એસ્ટેટ અને ઓટોમોટિવ સહિત 11 સેક્ટરમાં ફેલાયેલા એક ગ્લોબલ કોર્પોરેટ ગ્રૂપ બનાવવામાં મોટું યોગદાન આપયું છે. તેમની નેટવર્થ (પરિવાર સાથે) 4,47,133 કરોડ રૂપિયા હતી.
લોર્ડ સ્વરાજ પોલ (Lord Swraj Paul)
લોર્ડ સ્વરાજ પોલ એક જાણીતા બ્રિટિશ ભારતીય બિઝનેસ હતા. તેઓ મોટા દાનવીર અને યુકે સ્થિત કૈપારો ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક હતા. 21 ઓગસ્ટ 2025ના રોજ લંડનમાં 94 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં લાઇફ પીયર હતા અને અંબિકા પોલ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને બાળ કલ્યાણમાં મોટા યોગદાન માટે કરવામાં આવે છે.
સંજય કપૂર (Sunjay Kapur)
સંજય કપૂર ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોટિવ કોમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચર્સ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. માત્ર 53 વર્ષની વયે 12 જૂન, 2025ના રોજ લંડનમાં સંજય કપૂરનું નિધન થયું છે. સંજય કપૂર બોલીવુડ અભિનેત્ર કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ છે. તેઓ ઓટો ઇન્ડસ્ટ્રીઝના એક દિગ્ગજ ઉદ્યોગપતિ હતા અને તેમની કંપની ઇલેક્ટ્રિક વ્હીકલના પાર્ટ્સ બનાવતી કંપનીઓમાં એક મોટી ખેલાડી છે. સંજય કપૂરની સંપત્તિ 30,000 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવે છે. હાલ સંજય કપૂરની સંપત્તિ અને વસિયતને લઇ તેની બે પત્ની પ્રિયા સચદેવ, કરિશ્મા કપૂર અને તેમની માતા રાની કપૂર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
અમિત બેનરજી (Amit Banerji)
ટેબલ સ્પેસ, જે એક મેનેજ્ડ વર્કસ્પેસ કંપની છે, તેના સ્થાપક અમિત બેનરજીનું 7 જાન્યુઆરી 2025ના રોજ નિધન થયું હતું. તેઓ માત્ર 44 વર્ષના હતા. નાની વયે નિધનનું કારણ કાર્ડિયક એરેસ્ટ માનવામાં આવે છે. ટ્રેકએક્સએન મુજબ અમિત બેનરજીના ટેબલ સ્પેસની વેલ્યૂએશન 4090 કરોડ રૂપિયા છે.
રામ બુક્સાની (Ram Buxani)
રામ બુક્સાની ભારતીય મૂળના દુબઇ સ્થિથ બિઝનેસ ટાયકૂન છે અને દાનવીર છે. તેમનું 8 જુલાઇ, 2025ના રોજ દુબઇમાં નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. તો કોસમોસ ITL ગ્રૂપના ચેરમેન અને UAE માં ભારતીય પ્રવાસી સમુદાયમાં એક સમ્માનિત વ્યક્તિ હતા. તેમનો જન્મ આઝાદી પહેલા પાકિસ્તાન સ્થિત હૈદરાબાદમાં 1941માં થયો હતો.
દેવેશ મિસ્ત્રી (Devesh Mistry)
દેવેશ મિસ્ત્રી, ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ડિજિટલ ડિઝાઇનના ક્ષેત્રમાં દિગ્ગજ છે. 8 ડિસેમ્બર,2025ના રોજ દુબઇમાં તેમનું નિધન થયું છે. તેઓ એક લેકચરર અને મેન્ટર તરીકે શિક્ષણ ક્ષેત્રમાં તેના યોગદાન માટે પણ ઓળખાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us