/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/New-Yezdi-Adventure.jpg)
New Yezdi Adventure 2025 : નવી યઝદી એડવેન્ચર મોટરસાઇકલ 334 સીસીનું સિંગલ સિલિન્ડર, અલ્ફા 2 એન્જિનથી સજ્જ છે. (Express Photo)
Yezdi Adventure 2025 Price and Mileage: યઝદી એડવેન્ચર 2025 મોટરસાઇકલ નવા લૂક અને સ્ટાઇલ સાથે લોન્ચ કરવામાં આવી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં યઝદી એડવેન્ચર બાઇક બીજી વખત અપડેટ થઇ છે, જે બાઇક લવર્સને થ્રીલનો રોમાંચક અનુભવ આપશે. મોટરસાઇકલની ડિઝાઇનમાં ફેરફાર કરી વધુ આકર્ષક અને સ્ટાઇલિશ બનાવવામાં આવી છે.
Yezdi Adventure 2025 Price : યઝદી એડવેન્ચર 2025 કિંમત
ભારતમાં 2025 યઝદી એડવેન્ચર મોટરસાઇકલની કિંમત 2.15 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે. આ નવી મોટરસાઇખલના એન્જિન અને પાવરટ્રેનમાં કોઇ ફેરફાર કરાયો નથી. તેમા નવો લુક અને ઘણા એડવાન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી આ મોટરસાઇકલ જુના મોડલની તુલનામાં વધુ આકર્ષક અને સ્ટાઇલિશ દેખાય છે.
2025 Yezdi Adventure Engine : યઝદી એડવેન્ચર એન્જન
નવી યઝદી એડવેન્ચર મોટરસાઇકલ 334 સીસીનું સિંગલ સિલિન્ડર, અલ્ફા 2 એન્જિનથી સજ્જ છે. આ એન્જિન લિક્વિડ કૂલ્ડ હશે, જે 29.6bhpનો પાવર 29.8Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેને 6 સ્પીડ ગિયર બોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
2025 Yezdi Adventure Features : યઝદી એડવેન્ચર ફીચર્સ
યઝદી એડવેન્ચર મોટરસાઇખલ 6 કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. ફીચર્સની વાત કરીયે તો એલઇડી લાઇટ, એલસીડી ડિસ્પ્લે, એડજસ્ટેબલ વાઇઝર, ટ્રેક્શન કન્ટ્રોલ અને 3 એબીએસ રાઇટ મોડ્સ આપવામાં આવે છે, જેમાં રોડ, રેઇન અને ઓફ રોડ મોડ સામેલ છે.
2025 Yezdi Adventure Design : યઝદી એડવેન્ચર 2025 ડિઝાઇન
યઝદી એડવેન્ચરના ઓટો પાર્ટ્સની વાત કરીયે તો બાઇકમાં 21 - 18 ઇંચના સ્પોક વ્હીલ સેટઅપ આવે છે. તેના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફ્રોકર્સ અને રિયરમાં મોનોશોક સસ્પેન્શન છે. બ્રેક સિસ્ટમની વાત કરીયે તો બંને બાજુ સિંગલ ડિસ્ક આવે છે. નવી યઝદી એડવેન્ચર મોટરસાઇકલ હરિફ રોયલ એનફિલ્ડ હિમાલયન અને સુઝુકી વી સ્ટ્રોમ SX સાથે હરિફાઇ કરશે.
| યેઝદી એડવેન્ચર | ખાસિયતો |
| એન્જિન | 334 સીસી, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ |
| પાવર | 29.2 bhp |
| ટોર્ક | 29.6 Nm |
| ગિયરબોક્સ | 6 સ્પીડ |
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us