ITR filing : જો તમે હજી ITR ભર્યું નથી તો ચિંતા ન કરો, 31 ડિસેમ્બર સુધી કરી શકશો રિટર્ન ફાઇલ, ભરવી પડશે આટલી પેનલ્ટી

Income tax return filing : જે કરદાતાઓના ખાતાઓની ઓડિટ કરવાની જરૂર નથી તેમના માટે કોઈ જ દંડ ભર્યા વગર આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જ્યારે ડેટાથી જાણવા મળે છે કે મોટાભાગના ટેક્સપેયર્સે પહેલાથી જ પોતાનું રિટર્ન ભરી દીધું છે.

Income tax return filing : જે કરદાતાઓના ખાતાઓની ઓડિટ કરવાની જરૂર નથી તેમના માટે કોઈ જ દંડ ભર્યા વગર આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જ્યારે ડેટાથી જાણવા મળે છે કે મોટાભાગના ટેક્સપેયર્સે પહેલાથી જ પોતાનું રિટર્ન ભરી દીધું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Income tax, income tax return, return filing

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 હતી. પરંતુ જો તમે હજી સુધી ITR ભર્યું ન હોય તો તમે 31 ડિસેમ્બર 2023 સુધી ફાઇલ કરી શકો છો. જે કરદાતાઓના ખાતાઓની ઓડિટ કરવાની જરૂર નથી તેમના માટે કોઈ જ દંડ ભર્યા વગર આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જ્યારે ડેટાથી જાણવા મળે છે કે મોટાભાગના ટેક્સપેયર્સે પહેલાથી જ પોતાનું રિટર્ન ભરી દીધું છે.

Advertisment

ચાલો જાણીએ કે જેમણે અત્યાર સુધી ઇન્કમટેક્સ ફાઇલ કર્યું નથી તેમના માટે હવે શું ?

લાગશે લેટ પેનલ્ટી: ITR મોડું ફાઇલ કરવા માટે તમને 5000 રૂપિયા સુધીની લેટ પેનસ્ટી ભરવી પડશે. 5 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક ધરાવનાર કરદાતાઓ માટે લેટ ફાઇલ 1000 રુપિયા છે જ્યારે અન્ય માટે 5000 રૂપયા છે.

દંડાત્મક વ્યાજ : આમાં 31 જુલાઈ બાદ ITR ફાઇલિંગના મામલે તમારે તમારા તરફથી આપવામાં આવતા ટેક્સ પર એક ટકા પ્રતિ મહિનાના દરથી દંડાત્મક વ્યાજ આપવું પડી શકે છે.

Advertisment

રિફંડ પર વ્યાજમાં કમી: જ્યારે આઇટીઆર લાસ્ટ ડેટ પહેલા દાખલ કરવામાં આવે છે તો કરદાતાઓને 1 એપ્રિલથી રિફંડ તારીખ સુધી રિફંડ રકમ પર 0.5 ટકા પ્રતિ મહિનાના દરથી વ્યાજ મળે છે. જોકે, લેટ રિટર્ન ફાઇલ કરવાના મામલામાં આ વ્યાજની ગણના ITR દાખલ કરવાની તારીખથી રિફંડની તારીખ સુધી કરવામાં આવશે.

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે નાણાંકિય વર્ષ 2023-24માં 31 જુલાઈ સુધી 6.7 કરોડથી વધારે ટેક્સપેયર્સે આવક રિટર્ન દાખલ કર્યું છે. જેમાંથી 5.62 કરોડથી વધારે ITR કરદાતાઓ દ્વારા વેરીફાઇ કરવામાં આવ્યા છે. 31 જુલાઈ સુધી 3.44 કરોડ રિટર્ન વેરીફાઇ કરવામાં આવ્યા હતા.

ITR દાખલ કરનારની સંખ્યા વધી

વર્ષે દર વર્ષે દાખલ કરવામાં આવતી ITRની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ 31 જુલાઈ સુધી 5.83 કરોડથી વધારે રિટર્ન દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે દાખલ કરવામાં આવેલા કુલ રિટર્ન લગભગ 8.5 કરોડ થશે.

ઇન્કમ ટેક્ષ બિઝનેસ