/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Youtube-Channel-Income-Rules.jpg)
Youtube Channel Income Rules: યુટ્યૂબ ચેનલ બનાવી કમાણી કરી શકાય છે. (Photo: Freepik)
Youtube Channel Income Rules: યુટ્યૂબ ચેનલ મનોરંજનની સાથે કમાણી કરવાની તક પણ આપે છે. તમે પોતાની યુટ્યૂબ ચેનલ બનાવી સારી એવી કમાણી કરી શકો છો. જો તમે યુટ્યૂબ પર એક ચેનલ બનાવી છે અને વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું છે પરંતુ કમાણી શરૂ કરી નથી, તેથી તમે વિચારી રહ્યા છો કે યુટ્યૂબ ક્યારે પૈસા આપે છે? યુટ્યૂબથી પૈસા કમાવવા માટે તમારે શું કરવાનું છે? આવા પ્રશ્નોનો જવાબ અહીં આપ્યા છે.
ઘણા યુવાનો એવા છે જેમણે યુટ્યૂબથી પૈસા અને ખ્યાતિ બંને મેળવી છે. તેમા ભુવનેશ્વર બામ, અજય નાગર (કેરી મિનાટી), અજય શર્મા (ક્રેઝી એક્સવાયઝેડ), સંદીપ મહેશ્વરી પ્રખ્યાત છે. તે બધાના 28 મિલિયનથી વધુ નિયમિત દર્શકો છે અને તેમની માસિક આવક 20 લાખથી વધુ છે. તમે પણ યુટ્યુબ પરથી કમાણી કરી શકો છો. શું તમે જાણો છો કે યુટ્યૂબ પરથી પૈસા કેવી રીતે કમાવવા?
યુટ્યૂબ ચેનલ શરૂ કરતાની સાથે જ તમારી કમાણી શરૂ નથી થતી, પરંતુ શરૂ થવાનું આ પહેલું પગલું છે. આ એક ખોટી વાત છે કે, યુટ્યૂબ પર માત્ર 1000 કે એક લાખ વ્યૂઝ પર પૈસા મળે છે. યૂટ્યૂબથી તમને જે પૈસા મળે છે, તે વ્યૂઝની સાથે ઘણી બાબતો પર નિર્ભર કરે છે. યુટ્યૂબ ચેનલ શરૂ કર્યા બાદ તમારે યૂટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં ભાગ લેવાનો રહેશે, જેના દ્વારા યૂટ્યૂબ તમને પૈસા કમાવવાની સુવિધા આપે છે.
યુટ્યૂબ ચેનલની શરૂઆતના 500 સબ્સ્ક્રાઇબર્સ થાય ત્યારે
જૂન 2023માં યુટ્યૂબે તેના પાર્ટનર પ્રોગ્રામનું વિસ્તરણ કરી વધુમાં વધુ ક્રિએટર્સને જોડાવાની તક આપી છે, જેની માટે તેણે પોતાની આવશ્યકતા 1000 સબ્સ્ક્રાઇબર્સથી 500 કરી હતી.
યુટ્યૂબ ચેનલ પર છેલ્લા 90 દિવસમાં 3 પબ્લિક વીડિયો ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હોય. છેલ્લા 365 દિવસમાં ચેનલ પર લાંબા સમયના પબ્લિક વીડિયો 3000 કલાક સુધી જોવામાં આવ્યા હોય અથવા ચેનલ પર છેલ્લા 90 દિવસમાં શોર્ટ વીડિયો પર 30 લાખ વ્યૂઝ મળ્યા હોય.
યુટ્યુબ ચેલનના શરૂઆતમાં 1000 સબ્સ્ક્રાઇબર્સ થાય ત્યારે
પાર્ટનર પ્રોગ્રામમાં જોડાયેલા જે ક્રિએટર્સ, બીજી શરતો પર પુરી કરે છે તેઓ જાહેરાતો અને યુટ્યૂબ પ્રીમિયમમાંથી આવક શેર કરવાની ક્ષમતા જેવા વધારાના લાભો મેળવી શકે છે. આ માટે, તમારે આ આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે.
યુટ્યૂબ ચેનલ પર છેલ્લા 365 દિવસમાં લાંબા સમયના પબ્લિક 4000 કલાક સુધી જોવામાં આવ્યા હોય અથવા ચેનલ પર છેલ્લા 90 દિવસમાં પબ્લિક વીડિયોને 10 મિલિયન (1 કરોડ) વ્યૂઝ મળ્યા હોય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us