દુનિયાનો સૌથી સસ્તો ફ્લિપ ફોન લોન્ચ, મોંઘા Samsung Galaxy Z Flip5 કરતાં ચાર ગણો સસ્તો, જાણો કિંમત અને ફીચર્સ

ZTE Libero Flip Price And Features : ઝેડટીઇ લિબેરા ફ્લિપ ફોન થયો છે, જે દુનિયાના સૌથી પોપ્યુલર ફ્લિપ ફોન Galaxy Z Flip5 કરતા ચાર ગણો સસ્તો છે. જાણો લેટેસ્ટ ફ્લિપ ફોનની કિંમત, ફીચર અને ખાસિયતો.

ZTE Libero Flip Price And Features : ઝેડટીઇ લિબેરા ફ્લિપ ફોન થયો છે, જે દુનિયાના સૌથી પોપ્યુલર ફ્લિપ ફોન Galaxy Z Flip5 કરતા ચાર ગણો સસ્તો છે. જાણો લેટેસ્ટ ફ્લિપ ફોનની કિંમત, ફીચર અને ખાસિયતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
zte libero flip phone | zte libero flip price | zte libero flip features | zte libero affordable flip | zte libero flip specifications

ZTE Libero Flip : ઝેડટીઇ લિબેરો ફ્લિપ દુનિયાનો સૌથી સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. (Photo - @LowyatNET/@Gizchina)

ZTE Libero Flip Launched : ઝેડટીઇ એ તેનો લેટેસ્ટ ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લિબેરા ફ્લિપ લોન્ચ કર્યો છે. નવા ZTE ફ્લિપ સ્માર્ટફોનમાં ગોળાકાર બાહ્ય ડિસ્પ્લે છે જે તમને Tecno Phantom V ફ્લિપ સ્માર્ટફોનની યાદ અપાવશે. ZTE Libero Flip 62,999 યેન (લગભગ રૂ. 34,819)માં ખરીદી શકાશે. આ કિંમત સાથે, તે હાલ દુનિયાનો સૌથી સસ્તો ફ્લિપ ફોન બની ગયો છે.

Advertisment

તમને જણાવી દઇયે કે, ઝેડટીઇના આ ફિલ્પ ફોનને 39800 યેન (લગભગ 21990 રૂપિયા)માં પ્રી - ઓર્ડર કરી શકાય છે. આવી રીતે તે દુનિયાના સૌથી પોપ્યુલર ફ્લિપ ફોન Galaxy Z Flip5 કરતા ચાર ગણો સસ્તો છે. આ ડિવાઇસ જાપાનમાં 29 ફેબ્રુઆરીથી Y!mobile દ્વારા ખરીદી શકાય છે.

ઝેડટીઇ લિબેરા ફ્લિપ ફીચર્સ (ZTE Libera Filp Features)

ZTEના આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોસેસર છે. આ હેન્ડસેટમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ ડિવાઇસમાં 6.9 ઇંચની ફોલ્ડેબલ OLED સ્ક્રીન છે જે FullHD+ રિઝોલ્યુશન સાથે આવે છે. ઉપરાંત હેન્ડસેટમાં 1.43 ઇંચની સર્ક્યુલર કવર ડિસ્પ્લે પણ છે. આ કવર ડિસ્પ્લે ટચને સપોર્ટ કરે છે અને વ્યુફાઈન્ડર તરીકે પણ કામ કરે છે.

Advertisment

ZTE Libera Flip ફોનને ગ્લાસ બેક પેનલ અને મેટલ ફ્રેમ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સ્લિમ હોવાથી અનફોલ્ડ કરવામાં આવે છે ત્યારે આ ફોન 7.33 એમએમની ડેન્સિટીવાળો થઇ જાય છે. આ હેન્ડસેટમાં 4310mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે આ ફ્લિપ ફોનની બેટરી Galaxy Z Flip 5 કરતા ઘણી વધારે ક્ષમતા ધરાવે છે.

,

ZTEનો આ સસ્તો સ્માર્ટફોન Android Droid 13 બેસ્ડ કસ્ટમ સ્કિન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આ ડિવાઇસમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર છે. હેન્ડસેટમાં પાણી અને ધૂળ પ્રતિકાર માટે IP42 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો | ફાસ્ટેગમાંથી ભૂલથી પૈસા કપાઈ ગયા છે, ક્યા ફરિયાદ કરવી, કેટલા દિવસમાં રિફંડ મળશે? અહીં જાણો

તમને જણાવી દઈએ કે હાલમાં સેમસંગ ફ્લિપ અને ફોલ્ડ-સ્ટાઈલ સ્માર્ટફોન માર્કેટમાં વર્ચસ્વ ધરાવે છે. જોકે, Oppo, Vivo, Huawei, Honor, Moto જેવી કંપનીઓ પણ પોસાય તેવા ભાવે ફોલ્ડેબલ કેટેગરીમાં પ્રવેશી રહી છે. પરંતુ મોટાભાગની ડિવાઇસ હજી પણ ફક્ત ચીનમાં જ ઉપલબ્ધ છે. તે ઉપરાંત વનપ્લસ અને ગુગલમાં પણ દુનિયાભરના કઇ બજારોમાં પોતાના ફોલ્ડેબલ ફોન ઉપલબ્ધ કરાવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G