EMRI Green Recruitment 2024, 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં નોકરી કરવા તૈયાર ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય માટેની જીવા દોરી સમાન 108 એમ્બ્યુન્સ સેવા આપતી કંપની દ્વારા નોકરીની જાહેરાત બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાત ભરમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકની ભરતી બહાર પાડી છે. કંપની દ્વારા આ જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
108 ઈમર્જન્સી સર્વિસ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ પોસ્ટ મેડિકલ ઓફિસર, પેરામેડિક ખાલી જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ નથી નોકરીનું સ્થળ ગુજરાત ભરતી પ્રકાર વોક ઈન ઈન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ તારીખ 29 જૂન 2024
108 ઈમર્જન્સી સર્વિસ ભરતી, પોસ્ટની વિગતો
મેડકલ ઓફિસર
- લાયકાત – BHMS/BAMS
- અનુભવ- અનુભવી, બિન અનુભવી
- ઉંમર – 22થી 28 વર્ષ
પેરામેડિક
- લાયકાત – B.Sc/ANM/GNM
- અનુભવ – અનુભવી, બિન અનુભવી
- ઉંમર – 22થી 28 વર્ષ
108 ઈમર્જન્સી સર્વિસ ભરતી, મહત્વી તારીખ અને સમય
EMRI Green હેલ્થ સર્વિસ દ્વારા બહાર પાડેલી ભરતીની જગ્યાઓ માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીએ 29 જૂન 2024, સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.
ઇન્ટરવ્યૂના સ્થળ
- 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
- 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-1, ગોધરા, પંમહાલ
- 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
- 108 ઓફિસ, રામોસણા અંડર બ્રિજ, રામોસણા સર્કલ, મહેસાણા
- 108 ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલિસણા રોડ, ધારપુર, પાટણ
- 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
- 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ
- 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ, ભાવનગર
- 108 ઓફિસ, ત્રિજોમાળ, 318 સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ
108 ઈમર્જન્સી સર્વિસ ભરતીનું નોટિફિકેશન
આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ઉમેદવારો વધારે માહિતી માટે 079 (22814896)/ 9924270108, ઈમેઈલ- rahul_rana@emri.in પર સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર
- ગુજરાત મેટ્રો ભરતી 2024 : ગુજરાત મેટ્રોમાં ₹ 2,80 લાખ સુધીના પગારની નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
- GSFC યુનિવર્સિટી ભરતી, વડોદરામાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત
108 ઈમર્જન્સી સર્વિસમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઉમેદવારો ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.