AAI Recruitment 2024 : એરપોર્ટમાં કામ કરવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટીના નોટિફિકેશન પ્રમાણે સંસ્થા કુલ 490 જગ્યાઓ ઉપર ભરતી કરવા જઈ રહી છે. આ ભરતી માટે આગામી 2 એપ્રિલ 2024થી અરજી પ્રક્રિયા શરુ થશે.જે 1 મે 2024 સુધી ચાલશે. આ સમય દરમિયાન રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કર શકશે.
AAI જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2024 માટે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પોસ્ટ જુનિયર એક્ઝિક્યુટિવ ખાલી જગ્યા 490 અરજી મોડ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ 2 એપ્રિલ 2024 
જુનિય એક્સિક્યુટિવ ભરતીની પોસ્ટ પ્રમાણેની માહિતી
પોસ્ટ ખાલી જગ્યા જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ) 106 જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ) 278 જુનિયર એક્ઝિક્યુટિવ (IT) 13 જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર) 03 જુનિયર એક્ઝિક્યુટિવ (સિવિલ) 90 
પોસ્ટ – ખાલી જગ્યા
જુનિયર એક્ઝિક્યુટિવ (સિવિલ) : 90જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ): 106જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ): 278જુનિયર એક્ઝિક્યુટિવ (IT): 13જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર): 03
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ શૈક્ષણિક લાયકાત જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ) ઇલેક્ટ્રીકામાં બી.ટેક જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ) ઈલેક્ટ્રોનિક્સમાં B.tech જુનિયર એક્ઝિક્યુટિવ (IT) IT માં B.tech જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર) આર્કિટેક્ચરમાં B.tech જુનિયર એક્ઝિક્યુટિવ (સિવિલ) સિવિલમાં B.tech 
ઉંમર મર્યાદા
GATE દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2024 માટેની વય મર્યાદા મહત્તમ 27 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.5.2024 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
- સત્તાવાર સૂચનામાંથી યોગ્યતા તપાસો.
 - અરજી ફોર્મ ભરો.
 - જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 - ફી ચૂકવો.
 - એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.
 
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે અરજી ફી
- Gen/OBC/EWS : રૂ.300/-
 - અન્ય તમામ શ્રેણી: કોઈ ફી નથી
 
આ પણ વાંચોઃ- વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક યુવાનો માટે ગોલ્ડન ચાન્સ, આ યુનિવર્સિટી આપી રહી છે લાખોની શિષ્યવૃત્તિ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતીનું નોટિફિકેશન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા.
 - દસ્તાવેજોની ચકાસણી.
 - વૉઇસ ટેસ્ટ.
 - સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટનો વપરાશ.
 - પૃષ્ઠભૂમિ ચકાસણી.
 - તબીબી પરીક્ષા.
 
આ પણ વાંચોઃ- BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભરતી, પગાર, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 02/04/2024
 - અરજી કરવાની છેલ્લી તારીખ: 01/05/2024
 





