/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/ACB-Recruitment-2024.jpg)
એસીબી ભરતી કાયદા સલાહકાર અને અનુવાદક - photo - ACB facebook
ACB Advisors Bharti 2026: ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરારના ધોરણે ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સ એડવાઈઝરની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઓફલાઈન અરજી મંગાવી છે.
એસીબી ભરતી 2026 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ACB ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ |
| પોસ્ટ | ફાયનાન્સ-ટેક્સેસન એડવાઈઝ |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21 માર્ચ 2026 |
| અરજી કરવાનું સરનામું | નીચે આપેલું છે |
એસીબી ભરતી 2026, પોસ્ટની વિગત
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરારના ધોરણે ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સ એડવાઈઝરની ભરતી બહાર પાડી છે. એક જગ્યા પર ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. જે 21 માર્ચ 2026 પહેલા મળી જાય એ રીતે મોકલવાની રહેશે.
એન્ટી કરપ્શન બ્યુરો ભરતી શૈક્ષણિક લાયકાત
ઓલ ઈન્ડિયા ચાર્ટડ એકાન્ટ ઈન્સ્ટીટ્યુટની સી.એ.ની ડિગ્રી ધરાવતા અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
વધુમાં એલ.એલ.બી (ટેક્સેસન)ની ડિગ્રી ધરવાતા હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે
ઉમેદવાર કમ્પ્યુટરમાં અંગ્રેજી-ગુજરાતી ટાઈપ કરવાના જાણકાર હોવો જોઈએ.
અનુભવ
માન્ય યુનિવર્સિટીના સ્નાતક પછી ભારતીય રાજસ્વ સેવામાં (ઈન્કમટેક્સ વિભાગ)ની આકારણી-અપીલનો વર્ગ-1નો ઓછામાં ઓછો 7 વર્ષનો અને વર્ગ-2 સહિત કૂલ 15 વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય અમદાવાદ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારે પ્રતિ માસ ₹60,000 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયરના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ક્યાં અને કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે તારીખ 21 માર્ચ 2026 સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલી આપવાની રહેશે. ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું કે મુદ્દતની તારીખ વિતી ગયા પછી આવેલી અરજીને રદ્દ થવા પાત્ર ગણાશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us