ACB Advisors Recruitment 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા પગારની નોકરી આવી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, અમદાવાદ કચેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. ACB એ કુલ 5 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.
એસીબી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Gujarat Bharti 2025ની મહત્વની માહિતી
સંસ્થા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, અમદાવાદ વડી કચેરી પોસ્ટ ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સ, ટેક્ષેશન એડવાઈઝર, રેવન્યુ એડવાઈઝર જગ્યા 5 વય મર્યાદા 21થી 62 વર્ષ નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારીત એપ્લિકેશન મોડ ઓફ લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18-11-2025 ક્યાં અરજી કરવી સરનામું નીચે આપેલું છે
ACB ભરતી 2025, પોસ્ટની વિગતો
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની વડી કચેરી ખાતે 11 માસના કરારના ધોરણે એડવાઈઝરોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે કોષ્ટકમા આપેલી છે.
પોસ્ટ જગ્યા ફાયનાન્સીયલ ટાસ્ક ફોર્સ 2 ફાયનાન્સ/ટેક્ષેસર એડવાઈઝર 2 રેવન્યુ એડવાઈઝર 1 કુલ 5
શૈક્ષણિક લાયકાત
એસીબી ભરતી 2025 અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમદેવારોએ જે તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત જાણવા માટે https://acb.gujarat.gov.in/acb/CMS.aspx?content_id=930301 લિંક પર આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 વર્ષતી નાનો અને 62 વર્ષથી મોટો ન હોવો જોઈએ.
પગાર ધોરણ
આ તમામ પોસ્ટ 11 માસ કરાર આધારિત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 60,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
ભરતીની જાહેરાત
અરજી કેવી રીતે કરવી?
- સંસ્થાની વેબસાઈટ acb Gujarat પર અરજી પત્રક ડાઉનલોડ કરીને માંગેલી માહિતી ભરવી અને જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા પર તારીખ 18-11-2025 સુધીમાં મળી જાય એ રીતે મોકલવું.
- મુદ્દતની તારીખ વિતિ ગયા પછી આવેલી અરજી રદ થવા પાત્ર રહેશે.
ફાયનાન્સ/ટેક્ષેસર એડવાઈઝર – નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સરનામું
નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં.17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ





