ACB Recruitment 2024, એસીબી ભરતી: ગૃહખાતામાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા વગર સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગૃહ વિભાગ અંતર્ગત આવતા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા કાયદા સલાહકાર અને અનુવાદકની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા કાયદા સલાહકારની 2 અને અનુવાદકની 1 જગ્યા ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
એસીબી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
એસીબી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો પોસ્ટ કાયદા સલાહકાર અને અનુવાદક જગ્યા 3 નોકરીનો પ્રકાર કરાર આધારિત વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8-11-2024 સત્તાવાર વેબસાઈટ https://acb.gujarat.gov.in/
એસીબી ભરતી માટે પોસ્ટની વિગતો
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કેસો લડવા માટે કાયદા સલાહકાર તેમજ અનુવાદક જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરવાની છે.
પોસ્ટનું નામ કચેરી જગ્યા કાયદા સલાહકાર અમદાવાદ 1 કાયદા સલાહકાર ભૂજ 1 ટ્રાન્સલેટર અમદાવાદ 1 કુલ 3
એસીબી ભરતી માટે લાયકાત
કાયદા સલાહકાર માટે લાયકાત
- શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ.
- અનુભવ – કાયદા ક્ષેત્રમાં વકીલ તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી, નિવૃત ન્યાયાધીશ તથા નિવૃત સરકારી વકીલ પણ અરજી કરી શકશે
- સેશન્સ કોર્ટમાં કેસો ચલાવેલા હોવા જોઈએ, ખાસ એ.સી.બી.ના કેસો ચલાવેલ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ગુનાને લગતા કાયદાનું જ્ઞાન તેમજ અનુભવ ધરાવતા હોવા જોઈએ
- વય મર્યાદા – 45થી 62 વર્ષ
- પગાર – પસંદ પામેલા ઉમેદવારોને 60,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળશે
કાયદા સલાહકાર ભરતીનું નોટિફિકેશન
અનુવાદક માટે લાયકાત
- શૈક્ષણિક લાયકા – માન્ય યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. સ્નાતકની પદવી હોવી જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. અનુસ્નાતકની પદવી ધરાવતા હોય તેમને પ્રાધાન્યતા આપવામાં આવશે.
- એસ.એસ.સી.ની પરીક્ષા ગુજરાતી તથા અંગ્રેજી વિષયમાં 50 ટકા ગુણ સાથે પાસ કરેલું હોવી જોઈએ
- કમ્પ્યુટરનું CCC/CCC+ સર્ટીફિકેટ હોવું જોઈએ.
- વય મર્યાદા – 18થી 55 વર્ષ
- પગાર – આ જગ્યા માટે પસંદ પામેલા ઉમેદવારોને 40,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળશે.
અનુવાદક ભરતીનું નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાની https://acb.gujarat.gov.in/ વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને માંગેલી વિગતો ભરવું.
- ફોર્મ ભરીને અરજી સાથે જરૂરી દસ્તાવેજો આપેલા સરનામા પર 8 નવેમ્બર 2024 સુધીમાં અરજી મળી જાય એ રીતે મોકલવી
- સરનામું – નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો કચેરી, બંગલા નંબર – 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી
અરજદારોને સૂચન કરવામાં આવે છે કે મુદ્દની તારીખ વિત્યે આવેલી અરજીઓ રદ્દ થવા પાત્ર રહેશે. અને અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા બંને પદ માટેના નોટિફિકેશન ચોક્કસ વાંચવા.





