ACB ભરતી 2025 : અમદાવાદ સહિત આ શહેરોમાં મળશે ₹60,000 પગારવાળી નોકરીઓ, અહીં વાંચો તમામ માહિતી

ACB Recruitment 2025 : ACB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ACB Recruitment 2025 : ACB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ACB bharti 2025, Legal Advisor Recruitment

ACB ભરતી 2025, કાયદા સલાહકાર નોકરી - photo - freepik

ACB Recruitment 2025, ACB ભરતી 2025 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજ્યના વિવિધ શહેરોમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા ગુજરાતના ચાર શહેરોમાં કાયદા સલાહકાર અને ટ્રાન્સલેટરની ભરતી બહાર પાડી છે. એસીબી દ્વારા કૂલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

ACB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભરતીની મહત્વની માહિતી

સંસ્થાલાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ
પોસ્ટકાયદા સલાહકાર, ટ્રાન્સ્લેટર
જગ્યા5
એપ્લિેકશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17-5-2025
અરજી કરવાનું સરનામુંનીચે આપેલું છે

ACB ભરતી 2025, પોસ્ટની વિગતો

પોસ્ટશહેરજગ્યા
કાયદા સલાહકારઅમદાવાદ1
કાયદા સલાહકારરાજકોટ1
કાયદા સલાહકારજૂનાગઢ1
કાયદા સલાહકારવડોદરા1
ટ્રાન્સલેટરઅમદાવાદ1

કાયદા સલાહકાર માટે લાયકાત

  • શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ.
  • અનુભવ – કાયદા ક્ષેત્રમાં વકીલ તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી, નિવૃત ન્યાયાધીશ તથા નિવૃત સરકારી વકીલ પણ અરજી કરી શકશે
  • સેશન્સ કોર્ટમાં કેસો ચલાવેલા હોવા જોઈએ, ખાસ એ.સી.બી.ના કેસો ચલાવેલ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ગુનાને લગતા કાયદાનું જ્ઞાન તેમજ અનુભવ ધરાવતા હોવા જોઈએ

પગાર ધોરણ

પોસ્ટપગાર-પ્રતિમાસ ફિક્સ
કાયદા સલાહકાર₹60,000
ટ્રાન્સલેટર₹40,000

ભરતી જાહેરાત

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી ક્યાં કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે, નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા નંબર 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદના સરનામા પર મોકલવી
  • ઉમેદવારોએ 17 મે 2025 સુધીમાં અરજી મળી જાય તે રીતે મોકલવી
  • મુદ્દતની તારીખ વિત્યા પછી આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં
  • આ બાબતે વધુ માહિતી માટે www.acb.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી.
Advertisment
ગુજરાત નોકરી કરિયર ભરતી