ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી

ACB Recruitment 2024, ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બહાર પાડેલી વિવિધ સલાહકારોની ભરતીની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

Written by Ankit Patel
June 22, 2024 11:03 IST
ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી
ACB ભરતી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભરતી photo - Social media

ACB Recruitment 2024, ACB ભરતી : નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદ, સુરત, ભૂજ જેવા શહેરોમાં ગુજરાત સરકારના એસીબી વિભાગમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાર આધારિત એડવાઈઝરોની નિમણૂંક માટે જાહેરાત બહાર પાડી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા વિવિધ એડવાઈઝરોની કૂલ 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાની અરજી જરૂરી દસ્તાવેજો સાથે આપેલા સરનામા પર 12 જુલાઈ 2024 સુધીમાં મળી જાય એ પ્રમાણે મોકલી આપવાના રહેશે. ACB ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ACB ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાલાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ગુજરાત સરકાર)
પોસ્ટએડવાઈઝરો (સલાહકારો)
જગ્યા7
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12 જુલાઈ 2024
વેબસાઈટhttps://acb.gujarat.gov.in/acb/

ACB ભરતી, પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટ એકમ ખાલી જગ્યા
કાયદા સલાહકાર અમદાવાદ, સુરત, બોર્ડર- ભૂજ 03
ફાયનાન્સ-ટેક્ષેશન એડવાઈઝર બ્યુરો વડી કચેરી અમદાવાદ01
ફોરેન્સીક એડવાઈઝરબ્યુરો વડી કચેરી અમદાવાદ01
ટેક્નીકલ એડવાઈઝરબ્યુરો વડી કચેરી અમદાવાદ01
રેવન્યુ એડવાઈઝરબ્યુરો વડી કચેરી અમદાવાદ01

ACB ભરતી માટે શૈક્ષણિક લાયકાત

લાંચ રુશ્વત વિરોધ બ્યુરો દ્વારા જાહેર કરેલી વિવિધ સલાહકારોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટમાં વિવિધ શૈક્ષણિક લાયકાત જણાવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://acb.gujarat.gov.in/acb/ ની મુલાકાત લેવી.

ACB ભરતી માટે પગાર ધોરણ

સંસ્થા દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કેસો લડવા અંગે લાચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અ્મદાવાદ ખાતે સલાહકોરની પોસ્ટ માટે 11 મહિનાના કરારના આધારે ભરતી કરવામાં આવશે. જેમનું માસિક વેતન 60,000 રૂપિયા ફિક્સ રહેશે.

  • કાયદા સલાહકાર – ₹ 60,000 પ્રતિ માસ
  • ફાયનાન્સ-ટેક્ષેશન એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ
  • ફોરેન્સીક એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ
  • ટેક્નીકલ એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ
  • રેવન્યુ એડવાઈઝર – ₹ 60,000 પ્રતિ માસ

આ પણ વાંચો

ACB ભરતી નોટિફિકેશન

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાત તારીખ 12 જુલાઈ 2024 સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલી આપવાની રહેશે. ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું કે મુદ્દતની તારીખ વિતી ગયા પછી આવેલી અરજીને રદ્દ થવા પાત્ર ગણાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ