/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Agniveer-Recruitment-2024.jpg)
અગ્નિવીર ભરતી - Express photo
Agniveer Recruitment 2024, અગ્નિવીર ભરતી 2024 : ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સૂવર્ણ તક હાથમાંથી સરકી જાય એ પહેલા અગ્નિવીર ભરતીમાં અરજી કરી લો. ભારતીય સેના હેઠળ અગ્નિવીર ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ માટે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. 22 માર્ચ 2023ના રોજ એપ્લિકેશન વિન્ડો બંધ થઈ જશે.
અગ્નિવીર ભરતીમાં અરજી કરવા માટે લાયક ઉમેદવારો joinindianarmy.nic.in સત્તાવાર વેબસાઇટ પર ઓલાઇન અરજી કરી શકે છે. ભરતી માટે લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી અહીં વાંચો.
અગ્નિવીર ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | ભારતીય સેના |
| પોસ્ટ | અગ્નિવીર |
| કુલ જગ્યા | 25,000 |
| પગાર | ₹ 30,000 પ્રતિ માસ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22 માર્ચ 2024 |
| ક્યાં અરજી કરવી | joinindianarmy.nic.in |
કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી
અગ્નિવીર ભરતીની નોટિફિકેશન પ્રમાણે વિભાગ અગ્નિવીર જનરલ ડ્યુટી (GD) સહિત વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરશે; અગ્નિવીર ટેકનિકલ; અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ/સ્ટોર કીપર ટેકનિકલ; અને અગ્નિવીર ટ્રેડ્સમેનની ભરતી થશે.
આ પણ વાંચોઃ-BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભરતી, પગાર, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી
શૈક્ષણિક લાયકાત
| પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
| આર્મી અગ્નિવીર (GD) | ધો.10 પરીક્ષા 45% માર્ક્સ સાથે પાસ |
| આર્મી અગ્નિવીર (ટેક્નિકલ) | નોન-મેડિકલ વિષયો સાથે 12મું પાસ |
| આર્મી અગ્નિવીર (તકનીકી ઉડ્ડયન અને દારૂગોળો પરીક્ષક) | ધો. 12 પરીક્ષા પાસ કરેલ અથવા ITI |
| આર્મી અગ્નિવીર ક્લાર્ક | ધો. 12 પરીક્ષા 60% માર્ક્સ અને ટાઇપિંગ પ્રાવીણ્ય સાથે પાસ |
| આર્મી અગ્નિવીર સ્ટોર કીપર (ટેક્નિકલ) | ધો. 12 પરીક્ષા 60% માર્ક્સ સાથે પાસ |
| આર્મી અગ્નિવીર ટ્રેડસમેન | ધો. 8 કે ધો. 10પરીક્ષા પાસ |
શારીરિક લાયકાત
અગ્નિવીર ભરતી ડ્રાઇવ હેઠળ નોકરી પર લેવા માટે, GD, ટેકનિકલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજદારની ઊંચાઈ 169 સેમી હોવી જોઈએ. આસિસ્ટન્ટ અને સ્ટોરીકીપર ટેક્નિકલ પોસ્ટ માટે, અરજદારને 162 સેમી ઊંચાઈની જરૂર છે.
વય મર્યાદા
કોઈપણ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય સાડા 17 હોવી જોઈએ, જ્યારે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 21 વર્ષ છે.
આ પણ વાંચોઃ- રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી : ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
અરજી ફી
સૂચના મુજબ, અગ્નિવીર ભરતી માટેની અરજી ફી રૂ. 250 છે. ચુકવણી ઓનલાઈન મોડ દ્વારા કરી શકાય છે.
કેવી રીતે નોંધણી કરવી?
- ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
- હોમપેજ પર ‘ઓનલાઈન રજીસ્ટ્રેશન’ ટેબ પર ક્લિક કરો.
- પૃષ્ઠ પર દેખાય છે તે અરજી ફોર્મ ભરો.
- સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને ચુકવણી કરો.
- સમીક્ષા કરો અને 'સબમિટ કરો' પર ક્લિક કરો.
- પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે હાર્ડ કોપી રાખો.
પસંદગી પ્રક્રિયા
અગ્નિવીર ભરતી અભિયાન હેઠળ પસંદગી પ્રક્રિયા દરમિયાન, બે તબક્કાઓ હશે. તબક્કો 1 માં ઉમેદવારોની ઓનલાઈન લેખિત પરીક્ષા થશે. તેને અનુસરીને, તબક્કો 2 શારીરિક અને તબીબી પરીક્ષણોનો સમાવેશ કરશે.આ ઉપરાંત આ વર્ષે અગ્નિવીર ભારતીની પસંદગી પ્રક્રિયામાં પણ ઉમેદવારોની ટાઇપિંગ માટે પરીક્ષણ કરવામાં આવશે, ખાસ કરીને આર્મીમાં અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ/સ્ટોર કીપર ટેકનિકલની જગ્યા માટે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us