Ahmedabad V S General Hospital Recruitment 2025, અમદાવાદ ભરતી 2025 : અમદાવાદમાં રહેતા નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
અમદાવાદ ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અમદાવાદ ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા વા.સા. જનરલ હોસ્પિટલ પોસ્ટ વિવિધ જગ્યા 33 એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6-10-2025 અરજી ક્યાંથી ડાઉનલોડ કરવી https://ahmedabadcity.gov.in/ અરજી મોકલવાનું સરનામું નીચે આપેલું છે
v s hospital Bharti ની પોસ્ટની વિગતો
બ્રાંચ જગ્યા રેડિયોલોજી 5 મેડીસીન 5 ડર્મેટોલોજી 2 સાઈક્યાટ્રી 1 બાયોકેમેસ્ટ્રી 2 માઈક્રોબાયોલોજી 1 મેડિકલ ઓફિસર 15 એન્ડ્રોક્રાઈનોલોજી 1 નેફ્રોલોજીસ્ટ 1 કુલ 33
અમદાવાદ ભરતી શૈક્ષણિક લાયકાત
વીએસ જનરલ હોસ્પિટલ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિદ પોસ્ટ માટે વિવિદ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી ઉમદેવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વીએસ જનરલ હોસ્પિટલ ભરતી માટે પગાર ધોરણ
આ ભરતી 11 માસ કરાર આધારીત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને વિવિધ સ્કેલમાં ફિક્સ પગાર મળશે જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
બ્રાંચ પગાર(પ્રતિ માસ ફિક્સ) રીમાર્ક રેડિયોલોજી ₹1,10,000 ફૂલ ટાઈમ મેડીસીન ₹1,10,000 ફૂલ ટાઈમ ડર્મેટોલોજી ₹1,10,000 ફૂલ ટાઈમ સાઈક્યાટ્રી ₹1,10,000 ફૂલ ટાઈમ બાયોકેમેસ્ટ્રી ₹1,10,000 ફૂલ ટાઈમ માઈક્રોબાયોલોજી ₹1,10,000 ફૂલ ટાઈમ મેડિકલ ઓફિસર ₹65,000 ફૂલ ટાઈમ એન્ડ્રોક્રાઈનોલોજી ₹15,000 વિજીટીંગ કન્સલટન્ટ ઓનરેરીયમ નેફ્રોલોજીસ્ટ ₹15,000 વિજીટીંગ કન્સલટન્ટ ઓનરેરીયમ
નોટિફિકેશન
ક્યાં અરજી કરવી
- સદર કન્સલ્ટન્ટ અને વિજીટીંગ કન્સલટન્ટ ડોક્ટર તેમજ મેડીકલ ઓફિસરની પોસ્ટ માટે જરૂરી અરજી ફોર્મ www.ahmedabadcity.gov.in ના recruitment ની લિંક પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
- માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેના પ્રમાણપત્રોની નકલ સાથેનું અરજી ફોર્મ 6 ઓક્ટોબર 2025 સવારે 10થી 1 તથા બપોરે 2.30થી 4.30 સુધીમાં જમા કરાવવાનું રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી જમા કરાવવાનું સરનામું?
રજીસ્ટ્રેશન બ્રાન્ચ ઓફિસ, મુખ્ય બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, શેઠ, વા.સા.જન. હોસ્પિટલ, અમદાવાદ