અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી: અમદાવાદમાં જુનિયર ક્લાર્ક સહિતની નોકરી માટે સુવર્ણ તક, અહીં વાંચો વિગતો

Ahmedabad Education Society Recruitment 2024, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી : અમદાવાદમાં નોકરી કરવા માટે સારી તક આવી ગઈ છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા બહાર પાડેલી ભરતી અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.

Ahmedabad Education Society Recruitment 2024, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી : અમદાવાદમાં નોકરી કરવા માટે સારી તક આવી ગઈ છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા બહાર પાડેલી ભરતી અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી | Ahmedabad Education Society Recruitment 2024

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી photo - Social media

Ahmedabad Education Society Recruitment 2024, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા વર્ગ 3ની ભરતી બહાર પાડી છે. સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનમાં સંસ્થા દ્વારા સંચાલિત બે કોલેજોમાં જુનિયર ક્લાર્ક અને લેબ આસીસ્ટન્ટ પદ માટે જાહેર કરી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી જાહેરાતના 15 દિવસની અંદર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પોસ્ટ, સંસ્થાનું નામ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી
પોસ્ટબિનશૈક્ષણિક
કુલ જગ્યા2
એપ્લિકેશન મોડઓફલાઈન
નોકરી સ્થળઅમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેરાત બહાર પાડ્યાના 15 દિવસની અંદર
ભરતી જાહેરાત તારીખ - 29 મે 2024

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી પોસ્ટની વિગતે માહિતી

ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાં અને એ.જી.ટીચર્સ કોલેજમાં બે જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.

કોલેજનું નામ પોસ્ટનું નામ ખાલી જગ્યા કેટેગરી
એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ જુનિયર ક્લાર્ક વર્ગ -31જનરલ
એ.જી. ટીચર્સ કોલેજ લેબ આસીસ્ટન્ટ વર્ગ - 31બિન અનામત

શૈક્ષણિક લાયકાત

  • લેબ આસીસ્ટન્ટ માટે બીએસસી સાયન્સની ડિગ્રી ફરજિયાત રહેશે.
  • રાજ્યસરકારની માન્ય સંસ્થામાંથી કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે

ભરતી અંગે ઉમેદવારો માટે મહત્વના સૂચનો

  • શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને ભરતીના નિમયો વગેરે ગુજરાત રાજ્ય સરકાર, સામાન્ય વહીવટી-નાણા વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિ.ના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે. તથા લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાના માળખા પ્રમાણએ લેખિત પરીક્ષા આપવાની રહેશે.
  • વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ્દ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી.

આ પણ વાંચોઃ-ગુજરાત હાઈકોર્ટ ભરતી : ધોરણ 12 પાસ માટે કોર્ટમાં નોકરી કરવાની સુવર્ણ તક, સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી નોટિફિકેશન

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પોસ્ટ, સંસ્થાનું નામ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

કેવી રીતે અરજી કરવી?

  • જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારે સ્કુલ લીવિંગ, તમામ ગુણપત્રકો, પાસપોર્ટ સાઈઝ ફોટો અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો સાથે જાહેર પ્રસિદ્ધ થયાથી 15 દિવસ સુધીમાં ફક્ત રજિસ્ટર એ.ડી. પોસ્ટ મારફતે જ ઉપરોક્ત સરનામે અરજી કરવી. નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એન.ઓ.સી. સહિત અરજી કરવાની રહેશે.
  • સોસાયટીની વેબસાઈટ www.aesahd.edu.in પર મૂકેલ નિયત નમૂના ફોર્મમાં જ અરજી કરવી. અધુરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં.
  • કવર ઉપર ડાબી બાજુ અરજી કર્યાની જગ્યા ફરજિયાત દર્શાવવું. બંને જગ્યા માટે અરજી અલગ અલગ કરવી.
Advertisment
અમદાવાદ ગુજરાત નોકરી કરિયર