Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ધો.10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

Ahmedabad Home Guard Recruitment 2023, Home Guard bharti, notification : અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ્ઝ દ્વારા મહિલા અને પુરુષ હોમગાર્ડની કુલ 539 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Written by Ankit Patel
Updated : October 30, 2023 12:27 IST
Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ધો.10 પાસ માટે નોકરીની સુવર્ણ તક
અમદાવાદ હોમગાર્ડ ભરતી

Ahmedabad Home Guard Recruitment 2023, Home Guard bharti, notification : અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ્ઝ દ્વારા મહિલા અને પુરુષ હોમગાર્ડની કુલ 539 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓફલાઈન મોડ થકી અરજીઓ મંગાવી છે. ગુજરાત હોમગાર્ડની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી અંગે સંપૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી વાંચવા.

Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, મહત્વની માહિતી

સંસ્થાભરતી બોર્ડ જીલ્લા પોલીસ
પોસ્ટહોમગાર્ડ
કુલ જગ્યા539
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી મોડઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ3 નવેમ્બર 2023

Ahmedabad Home Guard bharti 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીસંખ્યાવય મર્યાદા
પુરુષ47618થી 50 વર્ષ
સ્ત્રી6318થી 50 વર્ષ

Ahmedabad Home Guard Jobs 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, શૈક્ષણિક લાયકાત

અમદાવાદ હોમગાર્ડ ભરતીમાં અરજી કરવા ઇચ્છા ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત નોટિફિકેશનમાં જણાવેલા ધારાધોરણ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

Ahmedabad Home Guard Jobs 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, શારીરિક ધોરણ

અમદાવાદ હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારો માટે કેટલાક શારીરિક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે

  • પુરુષ : 162 સેમી 50 કિગ્રા | છાતી 79 cm , 84 cm ફુલવેલ | 1600 મીટર દોડવું
  • સ્ત્રી : 150 સેમી 40 કિગ્રા | 800 મીટર દોડવું

Ahmedabad Home Guard Jobs 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, પગાર ધરોણ

અમદાવાદ હોમગાર્ડ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા પગારના ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે.

Ahmedabad Home Guard vacancy 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, પસંદગી પ્રક્રિયા

  • મેડિકલ
  • ટેસ્ટ
  • મેરિટ

Ahmedabad Home Guard vacancy 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ક્યાં કેટલી જગ્યા?

Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, કેવી રીતે અરજી કરવી?

લાયકત ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 3 નવેમ્બર 2023 સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ભરતી અંગે સંપૂર્ણ માહિતી homeguards.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવી છે. જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી કરવાની રહેશે.

Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, નોટિફિકેશન

Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, મહત્વપૂર્ણ તારીખો

  • પ્રારંભ તારીખ 20/10/23
  • છેલ્લી તારીખ: 03/11/23

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ