Ahmedabad bharti 2025 : અમદાવાદમાં પરીક્ષા વગર મળશે ₹ 60,000ની નોકરી, અહીં વાંચો બધી જ માહિતી

ahmedabad Law officer bharti 2025 : અમદાવાદ ભરતી અંતર્ગત કાયદા અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખો સહિત અગત્યની માહિતી આ લેખમાં વાંચો.

Written by Ankit Patel
August 12, 2025 13:44 IST
Ahmedabad bharti 2025 : અમદાવાદમાં પરીક્ષા વગર મળશે ₹ 60,000ની નોકરી, અહીં વાંચો બધી જ માહિતી
પરીક્ષા વગર અમદાવાદમાં નોકરી - photo - freepik

Gujarat bharti 2025, Ahmedabad Legal advisor Bharti : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ પરીક્ષા વગરની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. અધીક્ષક ઈજનેરી કચેરી,માર્ગ અને મકાન વર્તુળ અમદાવાદ દ્વારા કાયદા અધિકારીની કરાર આધારિત જગ્યા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.

અમદાવાદ ભરતી અંતર્ગત કાયદા અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખો સહિત અગત્યની માહિતી આ લેખમાં વાંચો.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત મહત્વની માહિતી

સંસ્થા અધીક્ષક ઈજનેર કચેરી, માર્ગ અને મકાર વર્તુળ અમદાવાદપોસ્ટ કાયદા અધિકારીજગ્યા 01વય મર્યાદા મહત્તમ 50 વર્ષનોકરીનો પ્રકાર કરાર આધારિતએપ્લિકેશન મોડ ઓફલાઈનસમાચાર પત્રમાં ભરતી જાહેર થયાની તારીખ 11 ઓગસ્ટ 2025અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 15 દિવસની અંદરક્યાં અરજી કરવી સરનામું નીચે આપેલું છે

અમદાવાદ ભરતી 2025ની પોસ્ટની વિગતો

અધિકક્ષક ઈજનેર, કચેરી માર્ગ અને મકાન વર્તુળ અમદાવાદની કચેરી માટે કાયદા અધિકારીની કુલ 1 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર અરજી કરી શકે છે.

Gujarat bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.

કાયદા સલાહકાર માટે અનુભવ

ઉમેદવાર પાસે ઓછામાં ઓછા પાંચ વર્ષનો પ્રેક્ટીસીંગ એજવોકેટ તરીકનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી નામદાર હાઈકરો્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં/ સરકારના જાહેર સાહસો સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ/ હાઈકોર્ટ/ જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ.

કાયદા અધિકારી ભરતી માટે વય મર્યાદા

કાયદા અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.

લિગલ એડવાઈઝર ભરતી માટે પગાર ધોરણ

કાયદા સલાહકાર ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.

ભરતી જાહેરાત- pdf

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

  • લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ, અમદાવાદના નામનો 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 15 દિવસ સુધીમાં મળે એ રીતે નીચે આપેલા સરનામા પર મોકલવાની રહશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કરવાનું સરનામું

અધીક્ષક ઈજનેરમાર્ગ અને મકાન વર્તુળએ-6 બહુમાળી ભવનવસ્ત્રાપુર, અમદાવાદ – 380052

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ