AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખો રૂપિયાના પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજીઓ મંગાવવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રાણી સંગ્રહાલય અધિક્ષકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 15 જુલાઈ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
AMC Recruitment 2023 : એએમસી ભરતીની મહત્વની માહિતી
સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ પ્રાણી સંગ્રહાલય અધિક્ષક જગ્યા 1 અરજી મોડ ઓનલાઈન છેલ્લી તારીખ 15 જુલાઈ 2023 પગાર ₹ 2 લાખ સુધી વય મર્યાદા 45 વર્ષથી વધુ નહીં શૈક્ષણિક લાયકાત B.Sc (Zoology) OR B.Sc બાયોલોજી અથવા BVSC & AH અનુભવ 5 થી 7 વર્ષ
AMC Recruitment 2023 : શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલી પ્રાણી સંગ્રહાલય અધિક્ષકની જગ્યા માટે ઉમેદવારોએ B.Sc (Zoology) OR B.Sc બાયોલોજી અથવા BVSC & AH કરેલું હોવું જોઇએ
AMC Recruitment 2023 : અનુભવ
આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોને 5 થી 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આ પણ વાંચોઃ- RBI Recruitment 2023 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં 66 ખાલી જગ્યાઓની ભરતી, આજે છેલ્લી તારીખ, કેવી રીતે અરજી કરશો?
AMC Recruitment 2023 : ઉંમર મર્યાદા
અરજી કરનાર ઉમેદાવારોએ અરજી કરતા પહેલા પોતાની ઉંમર ચોક્કસ તપાસવી. નોટિફિકેસન પ્રમાણે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
AMC Recruitment 2023 : પગાર
નોટિફિકેશન પ્રમાણે પ્રાણી સંગ્રહાલય અધિક્ષક માટે પગાર લેવલ 11, પે મેટ્રિક રૂ. 67,700 – 2,08,700 ગ્રેડ (જૂનો ગ્રેડ રૂ. 15,600 – 39,100, ગ્રેડ પે – 6600 PB – 3)





