/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/AIC-Recruitment-2025.jpg)
AIC ભરતી 2025 - photo - X @aicofindia
AIC Recruitment 2025, AIC ભરતી 2025: સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડે મેનેજમેન્ટ ટ્રેઇની (MT) ની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. એઆઈસીએ વિવિધ મેનેજમેન્ટ ટ્રેઈનીની 55 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 30 જાન્યુઆરી, 2025 થી શરૂ કરવામાં આવી છે, જે 20 ફેબ્રુઆરી, 2025 ની નિર્ધારિત છેલ્લી તારીખ સુધી ચાલુ રહેશે.
AIC ભરતી 2025 અંતર્ગત વિવિધ મેનેજમેન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
AIC ભરતી 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ (AIC) |
| પોસ્ટ | મેનેજમેન્ટ ટ્રેઈની |
| જગ્યા | 55 |
| વય મર્યાદા | 21થી 30 વર્ષ વચ્ચે |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | aicofindia.com |
AIC ભરતી 2025 પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| મેનેજમેન્ટ ટ્રેઇની(Generalist) | 30 |
| મેનેજમેન્ટ ટ્રેઇની (IT) | 20 |
| મેનેજમેન્ટ ટ્રેઇની (Actuarial) | 5 |
| કુલ | 55 |
5
AIC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે ગણિત, આંકડાશાસ્ત્ર, એક્ચ્યુરિયલ સાયન્સ, અર્થશાસ્ત્ર, ઓપરેશન્સ રિસર્ચ/ B.E/ B.Tech/ M.E/ M.Tech/ MCA/ IT માં સ્નાતક/માસ્ટર્સ/માસ્ટર્સ ડિગ્રી. જ્યારે અનામત કેટેગરી માટે 55% માર્કસ નક્કી કરવામાં આવ્યા છે.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 21 વર્ષ
- મહત્તમ: 30 વર્ષ
- ઉંમરની ગણતરી 1લી ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવશે.
- આરક્ષિત શ્રેણીઓને મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર:
AIC ભરતી 2025 ભરતી અંતર્ગત મેનેજમેન્ટ ટ્રેઈની પદ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને દર મહિને ₹ 60,000 પગાર મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
ફી:
| જનરલ/OBC/EWS | ₹1000 |
| SC/ST/PH | ₹200 |
કેવી રીતે કરવી ઓનલાઈન અરજી?
- આ ભરતી માટે અરજી કરવા માટે પ્રથમ સત્તાવાર વેબસાઇટ aicofindia.com પર જાઓ અને કારકિર્દી બટન પર ક્લિક કરો.
- હવે ભરતી સંબંધિત Apply Now લિંક પર ક્લિક કરો.
- નવા પેજ પર સૌપ્રથમ નવી નોંધણી માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરીને નોંધણી કરો.
- નોંધણી પછી ઉમેદવારોએ અન્ય વિગતો ભરવી જોઈએ.
- આ પછી સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- હવે કેટેગરી મુજબ નિયત ફી જમા કરો.
- છેલ્લે, સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રીતે રાખો.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ભારતીય કૃષિ વિમા કંપનીની મેનેજમેન્ટ ટ્રેઈની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us