AIIMS Recruitment 2024 : AIIMS માં નોકરી મેળવવાની સોનેરી તક, 1.42 લાખ રૂપિયા સેલેરી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ

AIIMS Recruitment 2024 : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીએ મદદનીશ પ્રોફેસરની 42 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે

AIIMS Recruitment 2024 : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીએ મદદનીશ પ્રોફેસરની 42 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
AIIMS Recruitment 2024, AIIMS Recruitment

AIIMS Recruitment 2024 : AIIMSમાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.

AIIMS Assistant Professor Jobs 2024, એમ્સ ભરતી 2024 : AIIMSમાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીએ મદદનીશ પ્રોફેસરની 42 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. અરજીની પ્રક્રિયા ચાલી રહી છે અને છેલ્લી તારીખ 5 ઓક્ટોબર છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrp.aiimsexams.ac.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

દિલ્હી AIIMS માં કરારનો સમયગાળો એક વર્ષ કે અથવા વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી (જે પણ પહેલું હોય તે)નો હશે. આ સિવાય ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ રાયબરેલી AIIMS માં 95 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે, જેની અરજીની છેલ્લી તારીખ પણ 5 ઓક્ટોબર 2024 છે.

પગાર ધોરણ

આ ભરતી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એઈમ્સના વિવિધ વિભાગોમાં નિષ્ણાત શિક્ષકોની અછતને પૂર્ણ કરવાનો છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે કરારનો સમયગાળો એક વર્ષનો અથવા વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધીનો રહેશે. પસંદ કરેલ ઉમેદવારોને દર મહિને ₹1,42,506 નો પગાર મળશે.

અરજી ફી

આ ભરતી માટેની અરજી ફી શ્રેણીઓના આધારે નક્કી કરવામાં આવી છે. જનરલ અને OBC ઉમેદવારો માટે ફી 3000 રૂપિયા છે. જ્યારે EWS અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે ફી 2400 રૂપિયા છે. PWD ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી જમા કરવાની રહેશે નહીં.

આ પણ વાંચો - કેનરા બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, આ તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે

પસંદગી પ્રક્રિયા

AIIMSની પસંદગી સમિતિ દ્વારા અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુનું પરિણામ સંસ્થાની અધિકૃત વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે, જેથી ઉમેદવારો સરળતાથી સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવી શકે.

કેવી રીતે અરજી કરવી?

વેબસાઇટ rrp.aiimsexams.ac.in ની મુલાકાત લો.
ફેકલ્ટી રિક્રુટમેન્ટ ટેબ પર ક્લિક કરો.
સહાયક પ્રોફેસર માટે અરજી લિંક પર જાવ
'જુઓ વિગતો' પર ક્લિક કરો અને આપેલ તમામ જરૂરી વિગતો ભરો.
અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
ભવિષ્યની જરૂરિયાત માટે તેની પ્રિન્ટ આઉટ લો.

Advertisment
નોકરી કરિયર ભરતી