AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, ₹1.40 લાખ સુધી પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Airports Authority of India Recruitment, AAI bharti 2023, notification : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં લગભગ 500 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. ઓથોરિટી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકશે.

Airports Authority of India Recruitment, AAI bharti 2023, notification : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં લગભગ 500 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. ઓથોરિટી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Airports Authority of India | AAI recruitment 2023 | jobs news | career news | Google news

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી

Airports Authority of India Recruitment, AAI bharti 2023, notification : એરપોર્ટ ઉપર કામ કરવા માંગતા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. જો તમે સ્નાતક થયા છો અને નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI bharti 2023) જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ્સની 496 જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 01 નવેમ્બર 2023 થી શરૂ થશે, જ્યારે અરજી ફોર્મ અને ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. ભરતી માટે ઉમેદવારોની લાયકાત, વયમર્યાદા, પગાર સહિતની સંપૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, મહત્વની વિગતો

સંસ્થાએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
ખાલી જગ્યા496
પોસ્ટજુનિયર એક્ઝિક્યુટિવ
અરજી કરવાની શરુઆતની તારીખ1-11-2023
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2023
વયમર્યાદામહત્તમ 27 વર્ષ
અરજી ફી₹ 1000
પગાર1,40,00 સુધી
ક્યાં અરજી કરવીhttps://www.aai.aero/

AAI bharti 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, પોસ્ટની વિગતવાર

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં જુનિયર એક્ઝિક્યુટિવની 496 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. પોસ્ટની શ્રેણી મુજબની વિગતો નીચે આપેલ છે.

કેટેગરીખાલી જગ્યા
સામાન્ય199
sc75
st33
OBC (NCL)140
EWS49
Pwbd05

AAI Jobs 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, વય મર્યાદા

AAI ATC ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 27 વર્ષની હોવી જોઈએ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ સંસદના કાયદા દ્વારા રચાયેલ જાહેર ક્ષેત્રનું એન્ટરપ્રાઈઝ છે અને તેને ભારતમાં જમીન અને એરસ્પેસ બંને પર નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, અપગ્રેડ કરવા, જાળવણી અને સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

AAI vacancy 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, પાગર ધોરણ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે જુનિયર એક્ઝીક્યુટીવ ગ્રૂપ બી - ઈ-1 લેવનલ માટે પગાર ધોરણ 40,000 રૂપિયાથી 1,40,000 રૂપિયા સીધુ છે. જુનિયર એક્ઝીક્યુટીવ ઉમેદવારનો વાર્ષીક સીટીસી આશરે 13 લાખ રૂપિયા રહેશે.

AAI vacancy 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, અરજી ફી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) માં ભરતી માટે ઈચ્છતા જનરલ/OBC/EWS ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે 1000 રૂપિયાની અરજી ફી જમા કરાવવી પડશે. SC/ST અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. પરીક્ષા ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા ઈ-ચલાન દ્વારા ઑફલાઇન ચુકવણી દ્વારા ચૂકવવાની રહેશે.

AAI vacancy 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, નોટિફિકેશન

AAI placement 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, શૈક્ષણિક લાયકાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) માં જોડાવામાં રસ ધરાવતા ઉમેદવારો પાસે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી, ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે B.Sc અથવા કોઈપણ શાખામાં BE/B.Tech ડિગ્રી (ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે કોઈપણ એક સેમેસ્ટરમાં એક વિષય તરીકે હોવી જોઈએ.)

Advertisment
કરિયર ટીપ્સ નોકરી કરિયર સરકારી નોકરી