AMC bharti 2026: અમદાવાદમાં ₹49,600 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો શું જોઈશે લાયકાત?

AMC Assistant Food Safety Officer Bharti 2026 : અમદાવાદ ભરતી 2026 અંતર્ગત સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ અંત સુધી વાંચવો.

AMC Assistant Food Safety Officer Bharti 2026 : અમદાવાદ ભરતી 2026 અંતર્ગત સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ અંત સુધી વાંચવો.

author-image
Ankit Patel
New Update
Jobs in Ahmedabad

અમદાવાદમાં નોકરીઓ - photo-freepik

AMC Assistant Food Safety Officer Bharti 2026 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની કૂલ 45 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટો ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે AMCએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

Advertisment

અમદાવાદ ભરતી 2026 અંતર્ગત સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ અંત સુધી વાંચવો.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટસહાયક ફૂડ સેફ્ટી ઓફિસર
જગ્યા45
વય મર્યાદા18થી 35 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ27-1-2026
ક્યાં અરજી કરવી?ahmedabadcity.gov.in

Ahmedabad Bharti 2026 અંતર્ગત પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત20
આર્થિક રીતે નબળા વર્ગ4
સા.શૈ.પછાત વર્ગ12
અનુ.જાતિ3
અનુ. જન જાતિ6
કુલ45
Advertisment

અમદાવાદ ભરતી 2026 માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય સંસ્થામાંથી  ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા ઓઇલ ટેકનોલોજી અથવા કૃષિ વિજ્ઞાન અથવા પશુચિકિત્સા વિજ્ઞાન અથવા બાયો-કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા રસાયણશાસ્ત્ર અથવા દવા, ફૂડ ટેકનોલોજી ગ્રુપમાં સ્નાતક અથવા માસ્ટર અથવા ડોક્ટરેટની ડિગ્રી લીધેલી હોવી જોઈએ.

ફૂડ ટેકનોલોજી ગ્રુપ

ફૂડ ટેકનોલોજી, ફૂડ એન્જિનિયરિંગ, ફૂડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ અને પ્રિઝર્વેશન, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી અને મેનેજમેન્ટ, ફૂડ બાયોટેકનોલોજી, ફૂડ પ્લાન્ટ ઓપરેશન્સ મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ, ફૂડ સેફ્ટી અને ગુણવત્તા વ્યવસ્થાપન, પ્રક્રિયા અને ફૂડ એન્જિનિયરિંગ.

શૈક્ષણિક લાયકાત માટે વધારે વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પગાર ધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹49,600 માસીક ફીક્સ પગાર મળશે. ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઈને લેવલ-7 પ્રમાણે ₹39,900-₹126600 ના ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળશે.

અરજી ફી

અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના દિવ્યાંગ વર્ગ સિયાના ઉમેદવારોને અરજી દીઠ ₹500 રૂપિયા અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોએ ₹250 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

કેવી રીતે અરજી કરવી?

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની
  • https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 27 જાન્યુઆરી 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
નોકરી કરિયર ભરતી અમદાવાદ