AMC Bharti 2026: કોઈપણ પરીક્ષા વગર દિવ્યાંગ ઉમેદવારો માટે અમદાવાદમાં કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો, જાણો શું જોઈએ લાયકાત

AMC Assistant Multi-Purpose Health Worker Bharti 2026: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સહાયક મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

AMC Assistant Multi-Purpose Health Worker Bharti 2026: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સહાયક મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
ahmedabad jobs

અમદાવાદમાં નોકરીઓ Photograph: (freepik)

AMC Assistant Multi-Purpose Health Worker Bharti 2026: અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સહાયક મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ભરતી માટે નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ માટે AMC એ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

Advertisment

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સહાયક મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

અમદાવાદ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન (AMC)
વિભાગહેલ્થ વિભાગ
પોસ્ટસહાયક મલ્ટી પરપઝ હેલ્થ વર્કર
જગ્યા18
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ3 માર્ચ 2026
ક્યાં અરજી કરવી?https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ માટે સહાયક મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની સીધી ભરતીની 17 જગ્યા માટે ફક્ત દિવ્યાંગજન ઉમેદવારોથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે 3 મરા્ચ 2026ના રોજ 23.59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 

Advertisment

AMC Bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત

  • ગવર્નમેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્સ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમા અથવા મલ્ટી પરપઝ પેલ્થ વર્કર કોર્સ પાસ.
  • સરકાર માન્ય કમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.

આ ઉમેદવારોને પ્રથમ પ્રાથમિક્તા અપાશે

માંગેલી લાયકાત યસાથે સરકારના આરોગ્ય વિભાગ હસ્તકના સંલગ્ન ખાતાઓ, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકામાં એમ.પી.એચ.ડબ્લ્યુ તરીકેની કામગીરીનો અનુભવ ધરાવતાં ઉમેદવારોને તેઓના સર્ટીફિકેટના આધારે પ્રાધાન્ય આપવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ મુલ્યાંકનના આધારે પે મેટ્રીક્સ લેવલ-2 આધારે ₹19,900-₹63,200ની ગ્રેડમાં બેઝીક અને નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદના રોજીંદા કે કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા ઉમેદવારો માટે કોઈ મહત્તમ વય મર્યાદા રાખવામાં આવી નથી.

આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2026 : GSSSB, UPSC સહિત આ સરકારી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા આ સપ્તાહ થશે બંધ

નોટિફિકેશન

કેવી રીતે અરજી કરવી?

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની
    https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 3 માર્ચ 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
અમદાવાદ ભરતી કરિયર નોકરી