/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/amc-recruitment-2024.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી Photo - Social media
AMC recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં એપ્રેન્ટિસ કરવા ઈચ્છા ઉમેદવારો માટે સુવર્ણ તક હાથમાંથી છટકે એ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેંકિંગ સહાયકની પોસ્ટ માટે આજે જ અરજી કરી દો. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા તાજેતરમાં બેંકિંગ સહાયકની 100 જેટલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશન પ્રમાણે આજે 22 માર્ચ 2024 અરજી કરવાનો છેલ્લો દિવસ છે.
અમદાવાદમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. આ ભરતી માટે લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
| પોસ્ટ | બેંકિંગ આસિસ્ટન્ટ |
| ભરતી પ્રકાર | એપ્રેન્ટિસ |
| ખાલી જગ્યા | 100 |
| છેલ્લી તારીખ | 22-3-2024 |
| સ્ટાઇપેન્ડ | ₹ 9000 |
શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલા એપ્રેન્ટિસ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ કોમર્સ અથવા મેનેજમેન્ટ અથવા અર્થશાસ્ત્રમાં સ્નાતક કરેલું હોવુ જોઈએ.
આ પણ વાંચોઃ-અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સહાયક જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓની ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીનું નોટિફિકેશ
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચો.
કેવી રીતે અરજી કરવી?
- પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
- સફળતાપૂર્વક અરજી ફોર્મ નિયત ફોર્મેટ સબમિટ કર્યા પછી અને તેમની શૈક્ષણિક લાયકાતની નકલ, અનુભવનું પ્રમાણપત્ર, અને તમામ જરૂરી દસ્તાવેજો અરજી સાથે મોકલો.
- સરનામું: શહેરી સમુદાય વિકાસ વિભાગ, AMC, UCD ભવન, પરીક્ષિતલાલ નગર રોડ, બહેરામપુરા, અમદાવાદ – 380022.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us