AMC Recruitment 2025: અમદાવાદમાં ₹75,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

AMC Entomologist Vacancy 2025 : અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : November 20, 2025 14:44 IST
AMC Recruitment 2025: અમદાવાદમાં ₹75,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી
અમદાવાદ ભરતી - photo-unsplash

AMC Entomologist Bharti 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025: શું તમે અમદાવાદમાં રહો છો અને સારા પગારની નોકરી શોધી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટમાં એન્ટોમોલોજીસ્ટ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.

અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

AMC ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
વિભાગઆરોગ્ય વિભાગ
પોસ્ટએન્ટોમોલોજીસ્ટ
જગ્યએક
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડઓફલાઈન
વય મર્યાદા50 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ5 ડિસેમ્બર 2025
અરજી ક્યાં કરવીસરનામું નીચે આપેલું છે

AMC Bharti 2025 પોસ્ટની વિગતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ ખાતે 11 માસના કરાર આધારીત એન્ટોમોલોજીસ્ટની એક જગ્યા માટે રૂબરૂ અરજીઓ મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

આવશ્યક લાયકાત: કીટવિજ્ઞાન / પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી. પ્રાધાન્યમાં તબીબી કીટવિજ્ઞાનમાં ડોક્ટરેટ (પીએચડી).

અનુભવ

જાહેર આરોગ્યના મહત્વના ઝૂનોટિક રોગો, ભારતમાં પ્લેગ સર્વેલન્સ સહિત ઝૂનોટિક રોગ સર્વેલન્સ સંબંધિત કીટશાસ્ત્રીય તપાસના ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ.

વય મર્યાદા

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતો ન હોવો જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર 11 માસ કરાર આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રતિ માસ ₹75,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

જરૂરી દસ્તાવો અને અરજી ફોર્મ સાથેની અરજી તારીખ 20 નેવમ્બર 2025થી 5 ડિસેમ્બર 2025 સુધી રૂબરૂમાં અથવા રજિસ્ટર એડીથી મોકલવાની રહેશે.

નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી મોકલવાનું સરનામું?

મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિ, બીજો માળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, દીવાન બલ્લુભાઈ સ્કૂલની સામે, એન.આઈ.ડી. ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ – 380007

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ