AMC Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી: અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડેપ્યુટી સીટી ઈજનેર, આસી.સીટી ઈજનેર અને આસી. ઈજનેરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. વિવિધ પોસ્ટની કૂલ 36 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોસ્ટ ડેપ્યુટી સીટી ઈજનેર, આસી.સીટી ઈજનેર અને આસી. ઈજનેર જગ્યા 36 વિભાગ લાઈટ વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13-11-2025 ક્યાં અરજી કરવી? https://ahmedabadcity.gov.in/
AMC Bharti 2025 પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા ડેપ્યુટી સીટી ઈજનેર(લાઈટ) 5 આસી.સીટી ઈજનેર(લાઈટ) 13 આસી. ઈજનેર(લાઈટ) 18 કુલ 36
Gujarat bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
ડેપ્યુટી સીટી ઈજનેર (લાઈટ)
બીઈ ઈલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ સાથે સાત વર્ષનો અનુભવ જે પૈકી ચાર વર્ષનો જાણીતિ અને મોટી સંસ્થાનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
આસી.સીટી ઈજનેર(લાઈટ)
બી.ઈ. ઈલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, પાંચ વર્ષનો ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ કામનો અનુભવ તે પૈકી બે વર્ષનો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ
આસી. ઈજનેર(લાઈટ)
બી.ઈ. ઈલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, ત્રણ વર્ષનો અનુભવ
વય મર્યાદા
પોસ્ટ વય મર્યાદા ડેપ્યુટી સીટી ઈજનેર(લાઈટ) 18થી 40 વર્ષ આસી.સીટી ઈજનેર(લાઈટ) 18થી 37 વર્ષ આસી. ઈજનેર(લાઈટ) 18થી 33 વર્ષ
પગાર ધોરણ
પોસ્ટ પગાર ધોરણ ડેપ્યુટી સીટી ઈજનેર(લાઈટ) ₹67,700-₹2,08,700 આસી.સીટી ઈજનેર(લાઈટ) ₹53,100-₹1,67,800 આસી. ઈજનેર(લાઈટ) ₹44,900-₹1,42,400
ભરતીનું નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરેવી રીતે કરવી?
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 13 નવેમ્બર 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે





