AMC recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025: અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતામાં વિવિધ પોસ્ટની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટો ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
AMC ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિભાગ હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પોસ્ટ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ, સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝ, સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર જગ્યા 18 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 18થી 45 વર્ષ વચ્ચે અરજી કરવાની છેલ્લી તારીખ 3-12-2025 ક્યાં અરજી કરવી https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ 3 સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝ 5 સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર 10 કુલ 18
AMC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ
ઉમેદવાર સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લીક હેલ્થ અંગેની કામગીરીનો પંદર વર્ષનો અનુભવ અથવા પબ્લીક હેલ્થ સુપરવાઈઝર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરવાતો હોવો જોઈએ. સાથો સાથે કોન્ઝરવન્સી વિભાગની વહીવટી વિભાગની કામગીરીની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝ
ઉમેદવાર સેનેટરી ઈન્સ્પેક્ટર પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લીક હેલ્થ અંગેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ અથવા સેનેટરી ઈન્સ્પેક્ટર જગ્યાની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈે.
સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર
ઉમેદવાર સેનેટરી ઈન્સ્પેક્ટર ડીપ્લોમા પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લીક હેલ્થ અંગેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
અમદાવાદ ભરતી માટે વય મર્યાદા
પોસ્ટ વય મર્યાદા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ 18થી 45 વર્ષ વચ્ચે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝ 18થી 43 વર્ષ વચ્ચે સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર 18થી 38 વર્ષ વચ્ચે
Ahmedabad job માટે પગાર ધોરણ
પોસ્ટ પગાર ધોરણ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ ₹44,900-₹1,42,400 સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝ ₹39,900-₹1,26,600 સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર ₹29,200-₹92,300
- નોંધઃ- ઉમેદવારને ધ્યાન રાખવું કે પસંદ પામેલા ઉમેદવારોને સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર પોસ્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 અને સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં કાયમી નોકરી શોધી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે, અહીં વાંચો બધી માહિતી
અરજી કેવી રીતે કરવી?
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 3 ડિલેમ્બર 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે





