Ahmedabad recruitment 2025 : અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં વિવિદ પોસ્ટની ભરતી બહાર પડી છે. અર્બન હેલ્થ સોસાયટી દ્વારા કુલ 21 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રીત કર્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અર્બન હેલ્થ સોસાયટી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા અર્બન હેલ્થ સોસાયટી પોસ્ટ મેડીકલ સ્પેશિયાલિસ્ટ વિભાગ અમદાવાદ મહાનગરપાલિકા, હેલ્થ વિભાગ જગ્યા 21 નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ ઈન્ટરવ્યુ તારીખ 21-11-2025 સ્થળ સરનામુ નીચે આપેલું છે
અમદાવાદ ભરતી 2025, પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં સી.એચ.સી માટે 11 માસના કરાર આધારિત કોષ્ટક મુજબના એન.એચ.એમ તથા અ.મ્પ્યુ.કો બજેટ અંતર્ગત મેડીકલ સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી થશે.
પોસ્ટ જગ્યા ગાયનેકોલોજીસ્ટ 2 પીડીયાટ્રીશિયન 1 પેથોલોજીસ્ટ 1 ફિઝિશિયન 2 જનરલ સર્જન 3 રેડિયોલોજીસ્ટ 1 ઈ.એન.ટી.સર્જન 4 ઓપ્થેલમોલોજીસ્ટ 1 ઓર્થોપેડિક સર્જન 0 ડર્મેટોલોજીસ્ટ 5 કુલ 21
શૈક્ષણિક લાયકાત
- ગાયનેકોલોજીસ્ટ- એમ.ડી./ડી.એન.બી.(ગાયનેક)
- પીડીયાટ્રીશિયન- એમ.ડી. પીડિયાટ્રિક્સ
- પેથોલોજીસ્ટ- એમ.ડી./ ડી.એન.બી. પેથોલોજી
- ફિઝીશીયન- એમ.એસ./ડી.એન.બી. મેડિસિન
- જનરલ સર્જન- એમ.એ./ ડી.એન.બી. સર્જરી
- રેડીયોલોજીસ્ટ- એમ.ડી./ડી.એન.બી. રેડીયોલોજી
- ઈ.એન.ટી.- એમ.એસ./ડી.એન.બી. ઈ.એન.ટી
- ઓપ્થેલ્મોલોજીસ્ટ- એમ.ડી/ડી.એન.બી. ઓપથેલ્મોલોજી
- ઓર્થોપેડિક સર્જન- એમ.એસ./ડી.એન.બી ઓર્થોપેડિક્સ
- ડર્મેટોલોજીસ્ટ- એમ.ડી./ ડી.એન.બી. સ્કીન
- ઉપરના તમામ ઉમેદવારોએ મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
પોસ્ટ પગાર ફરજનો સમય ગાયનેકોલોજીસ્ટ ₹75,000 દરરોજ પીડીયાટ્રીશિયન ₹75,000 દરરોજ પેથોલોજીસ્ટ ₹75,000 દરરોજ ફિઝિશિયન ₹75,000 દરરોજ જનરલ સર્જન ₹75,000 દરરોજ રેડિયોલોજીસ્ટ ₹37,500 સપ્તાહમાં 3 દિવસ ઈ.એન.ટી.સર્જન ₹37,500 સપ્તાહમાં 3 દિવસ ઓપ્થેલમોલોજીસ્ટ ₹37,500 સપ્તાહમાં 3 દિવસ ઓર્થોપેડિક સર્જન ₹37,500 સપ્તાહમાં 3 દિવસ ડર્મેટોલોજીસ્ટ ₹37,500 સપ્તાહમાં 3 દિવસ
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સમય
- તારીખ- 21 નવેમ્બર 2025
- રજીસ્ટ્રેશન સમય- સવારે 8 વાગ્યે
આ પણ વાંચોઃ- Canada part time job rules: કેનેડામાં પાર્ટ-ટાઇમ કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કયા નિયમો છે? અહીં જાણો બધું જ
વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ
આરોગ્ય અધિકારીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, અમદાવાદ





