AMC Sanitary Sub Inspector Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ કાયમી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ માટે સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની કુલ 84 જગ્યાઓ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે જે 30 જુલાઈ સુધી ચાવશે.
AMC ભરતી 2025 અંતર્ગત સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં જાણો.
AMC ભરતી 2025 અંગેની મહત્વની માહિતી
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિભાગ આરોગ્ય વિભાગ જગ્યા 84 વય મર્યાદા 33 વર્ષથી વધુ નહીં એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 ક્યાં અરજી કરવી https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ માટે સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની કુલ 84 જગ્યાઓ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
કેટેગરી જગ્યા બિન અનામત 35 આ.ન.વ. 8 સા.શૈ.પ.વર્ગ 24 અનુ.જાતિ 6 અનુ.જન.જાતિ 11 કુલ 84
શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોીએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજ બજાવતા હોય.
પગાર ધોરણ
સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ ₹26000 નું માસિક ફીક્સ વેતન આપવામાં આવશે. ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઈને સાતમા પગારપંચના પેમેટ્રીક્સ લેવલ-4 પ્રમાણે ₹25,500-₹81100 અને નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 30 જુલાઈ 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે