/indian-express-gujarati/media/media_files/2026/02/24/amc-bharti-2026-2026-02-24-12-48-06.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી Photograph: (AMC)
AMC Bharti 2026, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026: અમદાવાદમાં રહેતા દિવ્યાંગ ઉમેદવારો માટે અમદાવાદમાં જ કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ અને યુ.સી.ડી. વિભાગમાં વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડી છે. આ ભરતી ખાસ દિવ્યાંગજન ઉમેદવારો માટે છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજી મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| વિભાગ | હેલ્થ અને યુ.સી.ડી. |
| પોસ્ટ | સહાયક નર્સ સહિત વિવિધ |
| જગ્યા | 30 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10 માર્ચ 2026 |
| ક્યાં અરજી કરવી? | https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1 |
AMC Bharti 2026 પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| સહાયક આસી.કમ્યુનીટી ઓર્ગેનાઈઝર | 2 |
| સહાયક જુનિયર ફાર્માસીસ્ટ | 2 |
| સહાયક નર્સ | 5 |
| સહાયક સ્ટાફ નર્સ | 21 |
| કુલ | 30 |
અમદાવાદ ભરતી 2026 માટે શૈક્ષણિક લાયકાત
- સહાયક આસી.કમ્યુનીટી ઓર્ગેનાઈઝર - સમાજ શાસ્ત્ર જેવા વિનયમ, વાણિજ્ય અને કાયદાના બીજા વર્ગના સ્નાતકની ડિગ્રી અને એમ.એસ. ડબલ્યુ.
- સહાયક જુનિયર ફાર્માસીસ્ટ - માન્ય સંસ્થાના રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટ
- સહાયક સ્ટાફ નર્સ અને સહાયક નર્સ - ઈન્ડિયન નર્સીંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સીંગની ડિગ્રી અથવા જનરલ નર્સીંગ અને મીડવાઈફરીનો ડિપ્લોમા
વય મર્યાદા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર(પ્રથમ ત્રણ વર્ષ માટે) | ત્રણ વર્ષ પછી પગાર |
| સહાયક આસી.કમ્યુનીટી ઓર્ગેનાઈઝર | ₹26,000 | ₹25,500-₹81,100 |
| સહાયક જુનિયર ફાર્માસીસ્ટ | ₹40,800 | ₹29,200-₹92,300 |
| સહાયક નર્સ | ₹40,800 | ₹29,200-₹92,300 |
| સહાયક સ્ટાફ નર્સ | ₹40,800 | ₹29,200-₹92,300 |
આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2026 : GSSSB, UPSC સહિત આ સરકારી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા આ સપ્તાહ થશે બંધ
કેવી રીતે અરજી કરવી?
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની
https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું - અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 10 માર્ચ 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us