/indian-express-gujarati/media/media_files/2026/01/10/ahmedabad-jobs-2026-01-10-11-22-00.jpg)
અમદાવાદમાં નોકરીઓ Photograph: (freepik)
AMC Additional City Engineer Recruitment 2026, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026: અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ ઉચ્ચ પગારની નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એડીશનલ સીટી ઈજનેરની એક જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ ભરતી 2026 અંતર્ગત એડીશનલ સીટી ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમા આપેલી છે.
અમદાવાદ ભરતી 2026 ની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પોસ્ટ | એડીશનલ સીટી ઈજનેર |
| જગ્યા | એક |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ફેબ્રુઆરી 2026 |
| ક્યાં અરજી કરવી? | https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1 |
AMC Bharti 2026 પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડીશનલ સીટી ઈજનેર પોસ્ટની એક જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે ઉમેદવારો 24 ફેબ્રુઆરી 2026, રાતના 23.59 વાગ્યા સુધી અરજી કરી શકશે
AMC એડીશનલ સીટી ઈજનેર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સીટીના સિવિલ એન્જીનિયરિંગના ગ્રેજ્યુએટ
- ઈજનેરી કામનો ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈે. જે પૈકી સાત વર્ષનો અનુભવ મ્યુનિસિપલ એન્જીનીયરિંગનો અથવા નામાંકિત સંસ્થાનો હોવો જોઈએ.
વય મર્યાદા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત એડીશનલ સીટી ઈજનેર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પે મેટ્રીક્સ લેવલ 13 મુજબ ₹1,23,100થી ₹2,15,900 પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2026 : GSSSB, ઇન્ડિયા પોસ્ટ GDS સહિતની મહત્વની ભરતીઓ આ સપ્તાહમાં થશે બંધ, ફટાફટ કરો એપ્લાય
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 13 નવેમ્બર 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us