અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સહાયક જુનિયર ક્લાર્ક માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, ફટાફટ કરો અરજી

AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સ્નાતક પાસ અને અત્યારે કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષા આપવાના છે એવા ઉમેદવારોના હાથમાંથી આજે સોમવારે અમદાવાદમાં સરકારી નોકરી માટેની સૂવર્ણ તક સરકી જશે. આ આર્ટિકલમાં ભરતી અંગે તમામ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : April 15, 2024 12:18 IST
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સહાયક જુનિયર ક્લાર્ક માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, ફટાફટ કરો અરજી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી Photo - Social media

AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદ અને આસપાસના જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદમાં નોકરી કરવાની છેલ્લી સુવર્ણ તક તક છે. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 612 સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે બહાર પાડેલા ભરતી માટે અરજી કરવાનો આજે 15 એપ્રિલ 2024, સોમવાર છેલ્લો દિવસ છે. માટે આ ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારો ફટાફટ અરજી કરો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 15 એપ્રિલ 2024, આજના દિવસમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટસહાયક જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યા612
એપ્લિકેશન મોડઓનલાઇન
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ15/04/2024
ક્યાં અરજી કરવી?ahmedabadcity.gov.in

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી બીજા વર્ગ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. તેમના સ્નાતકના અંતિમ વર્ષમાં હાજર રહેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ ઉપરાંત કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ.

આ પણ વાંચોઃ- રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી : ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષ
  • મહત્તમ: 33 વર્ષ

ભરતી માટે અરજી ફી

કેટેગરીફીની રકમ
સામાન્ય શ્રેણી₹ 500
OBC/EWS/SC/ST₹ 250
PH શ્રેણીશૂન્ય

આ પણ વાંચોઃ- જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 44 જગ્યાઓ પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

નોટિફિકેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચો.

સહાયક જુનિયર ક્લાર્કનો પગાર

ભરતી પ્રક્રિયામાં પસંદ પામેલા ઉમેવાદોને ₹26,000 પ્રતિ મહિના ત્રણ વર્ષનું ફિક્સ પગાર મળશે.

AMC ભરતી પસંદગી પ્રક્રિયા

એક MCQ ટેસ્ટ હશે જેમાં ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે અને પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. પસંદગીનો આગળનો તબક્કો દસ્તાવેજની ચકાસણી છે.

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • દસ્તાવેજની ચકાસણી
  • ફાઇનલ મેરિટ લિસ્ટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે. ઉમેદવારોએ નોંધણી કરવાની જરૂર છે અને પછી અરજી કરવા માટે લૉગિન કરો.
  • બધા જરૂરી ફીલ્ડ્સ દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અંતિમ સબમિટ બટન પહેલાં, દાખલ કરેલી વિગતો તપાસો.

મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – 15/03/2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 15/04/2024

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ