AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ), એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) અને ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ)ની કૂલ ચાર જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, જરૂરી સુચનો, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વપણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ ફાયર અને ઇમરજન્સી પોસ્ટ વિવિધ જગ્યા 4 અરજી ફી ₹250 અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2024 સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in અરજી કરવા માટે લિંક https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmVacancyDetail.aspx
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગત
પોસ્ટ ખાલી જગ્યા ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) 01 એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) 01 ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) 02
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ
પોસ્ટ ખાલી જગ્યા ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) લેવલ 12 પે મેટ્રીક્સ 78,800-2,09,200ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા ભથ્થાં એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) લેવલ 11 પે મેટ્રીક્સ 67,700-2,08,700 ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા ભથ્થાં ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) લેવલ 09 પે મેટ્રીક્સ 53,100-1,67,800 ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા ભથ્થાં
વય મર્યાદા
- ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) – 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે
- એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) – 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે
- ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) – 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે
લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગ માટે બહાર પાડેલી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ), એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) અને ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) પોસ્ટની જગ્યા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, શારીરિક લાયકાત સહિતની માહિતી જાણવા માટે અહીં આપેલું નોટિફિકેશન વાંચવું.
કેવી રીતે અરજી કરવી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજ કરવા ઈચ્છતા ઉમેદવારોએ આપેલા પગલાં અનુસરવા
- અરજી કરવા માટે ઉમદેવારોએ https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmVacancyDetail.aspx લિંક પર જવું
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટમાં એપ્લાય કરવાનું
- ત્યારબાદ માંગેલી વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી સબમિટ કરવું
- ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટઆઉટ લઈ લેવી
આ પણ વાંચો
- 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતભરમાં નોકરી માટે સીધી ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ સહિતની વાંચી લો માહિતી
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર
- ગુજરાત મેટ્રો ભરતી 2024 : ગુજરાત મેટ્રોમાં ₹ 2,80 લાખ સુધીના પગારની નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
ઉમેદવારો માટે ખાસ સુચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશનની ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચી લેવું. સરકારી અને અન્ય નોકરી એલર્ટ તમે અહીં જાણી શકો છો. નોકરી અને કરિયર સંબંધિત મહત્વની જાણકારી અહીં ઇન્ડિયન એક્સપ્રેસ કરિયર વિભાગમાં આપવામાં આવે છે.





