/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/AMC-bharti-2024.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી - photo - Social media
AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી ની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. હેલ્થ વિભાગમાં કુલ 67 ખાલી જગ્યો ભરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - હેલ્થ વિભાગ |
| પોસ્ટ | એન.પી.એમ (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી) |
| જગ્યા | 67 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| વય મર્યાદા | 40 વર્ષથી વધુ નહીં |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19 ઓક્ટોબર 2024 |
| ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું | https://ahmedabadcity.gov.in/ |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં 24X7 અર્બન પ્રાયમીર હેલ્થ સેન્ટર માટે 11 માસનાં કરાર આધારિત એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી)ની કુલ 67 ખાલી જગ્યાઓ ભરવાની છે.
શૈક્ષણિક લાયકાત
- આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરીનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી કમ્યુટરનો બેઝિક કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરુરી
વયમર્યાદા અને પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં 24X7 અર્બન પ્રાયમીર હેલ્થ સેન્ટર માટે 11 માસનાં કરાર આધારિત એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી) જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને પગારની વાત કરીએ તો આ જગ્યાઓ ઉપર પસંદ પામેલા ઉમેદવારને ₹30,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
ક્યાં અને કેવી રીતે અરજી કરવી?
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે પહેલા https://ahmedabadcity.gov.in/ ઉપર રિક્રૂટમેન્ટમાં જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી સ્વચ્છ અક્ષરે ભરવી અને માંગેલા દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા પર સમય મર્યાદા પહેલા પહોંચે એ રીતે મોકલવી .
- આ અરજી 19 ઓક્ટોબર 2024ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં રૂબરુ અથવા રજિસ્ટર એ.ડીથી મોકરવાની રહેશે.
નોટિફિકેશન
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી
અરજી મોકલવાનું સરનામું
શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જુનુ ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us