AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી: અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંગે પોસ્ટની વિગત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સમય, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતમી મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા અમદાવાદ મહાનગરપાલિકા પોસ્ટ વિવિધ જગ્યા 3 નોકરીનો પ્રકાર કરાર આધારિત એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યૂ ઇન્ટવ્યૂ તારીખ 10 સપ્ટેમ્બર 2024 સરનામું શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ મણિનગર, અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટરમાં હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી જગ્યા ભરવાની છે.
પોસ્ટ જગ્યા સ્ટાફ નર્સ 1 કાઉન્સિલર 1 ડાટા મેનેજર 1
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટ શૈક્ષણિક લાયકાત સ્ટાફનર્સ જીએનએમ, બીએસસી નર્સિંગ કાઉન્સિલર સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં સ્નાતક ડાટા મેનેજર કોઈપણ સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકને પહેલા પ્રાથમિક્તા
પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટરમાં હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતીમાં પસંદ પામેલા ઉમેદવારોને 20,000 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.
વોઈ ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સ્થળ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટરમાં ભરતીનું સ્થળ અને તારીખ આ પ્રમાણે છે.
- વોઈ ઈન ઇન્ટરવ્યૂની તારીખ – 10 સપ્ટેમ્બર 2024, સવારે 11 વાગ્યે
- સ્થળ – શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ મણિનગર, અમદાવાદ
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- કચ્છમાં નોકરી: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ભરતી, પરીક્ષા વગર મળશે સીધી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી
મહત્વની નોધ
ઇન્ટરવ્યૂ-નિમણૂંક બાબતનો આખરી નિર્મય સંસ્થા આધારિત રહેશે.





